શિયાળામાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમને ગુજરાતના એવા 5 સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ
ચિંતા કર્યા વિના કોઈ પણ એક જગ્યા પસંદ કરીને પરિવાર કે મિત્રો સાથે ફરવા નીકળી પડો..
સીમા દર્શન- નડાબેટ નડાબેટ એ આપણા ગુજરાતમાં આવેલ વાઘાબોર્ડર છે, જ્યાં ભારત-પાકિસ્તાનની બોર્ડર આવેલ છે. બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકાના નડાબેટ એ પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર છે.
ગિરનાર - જુનાગઢ આમ તો જૂનાગઢમાં ઘણા બધા પૌરાણિક સ્થળ આવેલા છે પણ એ બધામાંથી સૌથી વધુ પ્રખ્યાત ગિરનાર પર્વત છે.
નરારા ટાપુ - જામનગર જામનગરથી 60 કિમીના અંતરે વાડીનાર બંદર પાસે આવેલું નરારા ટાપુ એક એવું સ્થળ છે કે જ્યાં દરિયાઈ જીવસૃષ્ટિને આપણે ચાલીને જોઈ શકીએ.
ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના અર્ધ શુષ્ક પ્રદેશમાં કચ્છના અખાતમાં દક્ષિણ તટે આવેલો જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) છે.
અમદાવાદમાં ફરવાની આ 5 સુંદર જગ્યા, જે અચૂક વિઝિટ કરવી