અમદાવાદ માં બનશે ભારતનો સૌથી મોટો મોલ , યુએઈ ની આ કંપની બનાવશે મોલ

UAEની કંપની લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલે ગુજરાતના અમદાવાદમાં ભારતનો સૌથી મોટો શોપિંગ મોલ બનાવવાની જાહેરાત કરી

લુલુ ગ્રુપના સીએમડી એમએ યુસુફ અલીએ કહ્યું નિર્માણની શરૂઆત સાથે મોટી સંખ્યામાં લોકોને રોજગારીની તકો પણ પ્રાપ્ત થશે.

અમદાવાદમાં લુલુ મોલના નિર્માણ માટે તેમને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ મોલનું બાંધકામ આ વર્ષે શરૂ થવાની શક્યતા છે.

આ મોલ ક્યાં બનાવવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ મુજબ, તે S.P. રિંગ રોડ પર બની શકે છે.

 ગુજરાતમાં આયોજિત વાઈબ્રન્ટ સમિટમાં યુસુફ અલીએ સૌપ્રથમ આ મોલ બનાવવાની જાહેરાત કરી હતી.

આ મોલ લગભગ 3,50,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો હશે. આ મોલ બનાવવા માટે અંદાજે ₹4,000 કરોડનો ખર્ચ થશે.