Pariksha Pe Charcha 2025: વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રમાં પ્રોત્સાહન કરવા માટે ઘણા બધા સંત ગુરુ અને પ્રધાનમંત્રી પણ કાર્યક્રમના માધ્યમથી પ્રેરિત કરતા હોય છે ત્યારે પરીક્ષા પે ચર્ચા ના આઠમા એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ વખતે દીપિકા પાદુકોણ અને સદગુરુ વિક્રાંત મેસી મેરી કોમ જેવી દિગ્ગજો ફિલ્મોના અભિનેતાઓ પણ વિદ્યાર્થીઓને ટિપ્સ આપશે. આ કાર્યક્રમના આઠમો એપિસોડ ખુબ જ જલ્દી પ્રસારિત થવા જઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમને અનુસંધાને ઘણી બધી હસ્તીઓ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે
Pariksha Pe Charcha 2025 કાર્યક્રમમાં કરોડો રજીસ્ટ્રેશન થયા
આપ સૌને જણાવી દઈએ તો પરીક્ષા પે ચર્ચા ના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ત્રણ કરોડથી વધારે વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ શિક્ષકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે આ કાર્યક્રમ કયા સ્થળે યોજાશે તે વિશે વિગતવાર માહિતી આપી દઈએ તો નવી દિલ્હીમાં પ્રગતિ મેદાનમાં ભારત મંડપમાં 10 ફેબ્રુઆરી 2025 ના રોજ આયોજન થવા જરૂરી છે જેમાં કરોડો વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો હાજરી આપશે સાથે જ મોટી હસ્તીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે
પરીક્ષા પે ચર્ચામાં હાજરી આપનાર હસ્તિઓ
પરીક્ષા પે ચર્ચાના આઠમા એપિસોડમાં દીપિકા પાદુકોણ, સદગુરુ, બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમ સાથે જ સેલિબ્રિટી ફિટનેસ કોચ રૂજુતા દિવેકર આ સિવાય વિક્રાંત મેસી અભિનેત્રી ભૂમિ પેઢને કર ટેકનીકલ ગુરુજી ગૌરવ ચૌધરી રાધિકા ગુપ્તા જેવા કલાકારો અને હસ્તીઓ અને સદગુરુ ઉપસ્થિત રહેવાના છે અને શિક્ષકોને અને વાલીઓને શિક્ષણ ક્ષેત્રમાં વધુ પ્રેરિત કરવા માટે આ કાર્યક્રમમાં હાજરી આપશે.
મીડિયા રિપોર્ટનું માનીએ તો આ કાર્યક્રમમાં 3.6 કરોડ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે જેમાં 3.3 કરોડ તો ખાલી વિદ્યાર્થીઓ છે સાથે જ 2.7 લાખ શિક્ષકો અને 5.5 લાખ વાલી કાર્યક્રમમાં હાજરી આપશે આ સિવાય 2500 કરતા પણ વધુ લોકો ઉપસ્થિત રહેવાના છે ભારત મંડપ ખાતે લાઈવ કાર્યક્રમ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે