Gujarat Weather : ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો ઓછો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત દ્વારા હવામાન અંગેની આગાહી પણ કરવામાં આવી રહી છે બીજી તરફ આપ સૌને સ્પષ્ટ માહિતી જણાવી દઈએ તો હાલમાં જે મીડિયાએ હવાલો મુજબ માહિતી મળી રહે છે તે મુજબ માવઠાની હાલ કોઈ શક્યતાઓ નથી પરંતુ બીજી બાજુ હવામાન નિષ્ણાંત પર જ ગોસ્વામી એ હજી એક વાર ઠંડીનો જોરદાર રાઉન્ડની આગાહી કરી છે
આગામી સાત દિવસ દરમિયાન એટલે કે 14 મી ફેબ્રુઆરી દરમિયાન હવામાન રહેવાની શક્યતાઓ છે સાથે જ આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની કોઈ પણ શક્યતાઓ નથી પરંતુ ઠંડા પવન ફૂંકાઈ શકે છે સાથે જ રાજ્યમાં ઉત્તર પૂર્વ દિશાના પવનો ફૂંકાય જેથી ઠંડી થોડીક વધુ અનુભવાય તેવી શક્યતાઓ છે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મહત્વની આગાહી
નલિયા 11 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ઠંડુ રહ્યું છે સાથે જ રાજકોટમાં 13 ડિગ્રી જેટલું તાપમાન રહ્યું છે અમદાવાદમાં 16 ડિગ્રીની આસપાસ જ્યારે ગાંધીનગરમાં 15 ડિગ્રીની આસપાસ અને સુરત શહેરમાં 17 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં વધારો થઈ શકે છે
બીજી તરફ અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે તેમને જણાવ્યું છે કે કેટલાક વિસ્તારમાં તાપમાન 36 ડિગ્રીએ પહોંચી શકે છે વડોદરામાં 35 ડિગ્રીની આસપાસ તાપમાન રહે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં 34 થી 35 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે આ સાથે જ મહત્વના મોટા ફેરફાર પણ થઈ શકે છે