Gujarat Budget 2025: ગુજરાતનું બજેટ રજૂ થઈ ચૂક્યું છે ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજે મહત્વની જાહેરાતો પણ કરવામાં આવી છે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં અંદાજિત 11% નો વધારો કરીને હવે પોણા ચાર લાખ કરોડની આસપાસ અંદાજ હોવાનું માનવામાં આવી રહ્યો છે આ સાથે જ વર્ષ 2024-25 માટે 3 લાખ 32 હજાર 465 કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું હતું.. બજેટને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે ચલો તમને જણાવીએ ગુજરાતના બજેટમાં કઈ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે
મીડિયા રિપોર્ટનું માનીયે તો મહિલાઓની યોજનાઓ માટે નવી યોજના શરૂ કરવામાં આવી છે જેમાં સખી સાહસ યોજના ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મહિલાઓને સાધન સહાય લોન ગેરંટી તથા તાલીમ આપવા માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈની જાહેરાત કરવામાં આવી છે. વધુમાં જણાવી દઈએ તો ઉર્જા અને પેટ્રોલ કેમિકલ વિભાગમાં કુલ 6,751 કરોડની પણ જોગવાઈ કરવામાં આવી છે વન અને પર્યાવરણ વિભાગ માટે કોઈ 3,140 કરોડની જોગવાઈ કરવામાં આવી છે આ સિવાય રસ્તાઓની પહોળા કરવા માટે 2639 કરોડની જોગવાઈ જાહેર કરવામાં આવી છે આ સિવાય ગરીબ ગુજરાત હાઈ સ્પીડ જેવા પ્રોજેક્ટની પણ મહત્વની જાહેરાત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે
વધુમાં જણાવી દઈએ તો વન અને પર્યાવરણ વિભાગ માટે 3140 કરોડની જોગવાઈ ની જાહેરાત કરવામાં આવી છે ક્લાયમેટ ચેન્જ માટે કુલ 419 કરોડની જોગવાઈ કરવામાં આવી છે હજુ પણ મહત્વની જાહેરાતો થઈ શકે છે. આવતીકાલે તમે વિગતવાર બજેટની વિગતો મેળવી શકો છો સાથે જ વિસ્તારથી નવી યોજના ની માહિતી પણ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી મેળવી શકો છો