Gujarat Forecast: માર્ચ મહિનાના અંત સુધીમાં આ શહેરોમાં વધશે ગરમીનો પ્રકોપ,જાણો લેટેસ આગાહી

Gujarat Forecast: ગુજરાતમાં ધીમે ધીમે તાપમાન વધી રહ્યું છે આવા સંજોગોમાં આવે તાપમાન વધુ પડવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે વેસ્ટન ડિસ્ટર્બ્સના કારણે ગરમી વધી શકે છે તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર કરતા સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આગામી દિવસોમાં એટલે કે હોળીના તહેવાર દરમિયાન ગરમીનો વધુ અહેસાસ થશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે 

ગુજરાતના શહેરોમાં વધુ પડશે ગરમી

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ માર્ચના બીજા અઠવાડિયા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વધારે ગરમી પડી શકે છે 15 થી 20 દિવસની દરમિયાન પણ હિટવેવની અસર રહે તેવી પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગયા વર્ષની સરખામણી આ વર્ષે પણ તાપમાન વધુ પડી શકે છે ઉનાળાની ગરમી નો પ્રોક વધુ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે

રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં તાપમાન વધુ વધી શકે છે અમદાવાદ શહેરમાં 35 ડિગ્રીએ પારો પહોંચી શકે છે ગાંધીનગરમાં 34.8 ડીગ્રી ડીસામાં 35 કરતાં વધુ ડિગ્રીનું તાપમાન પહોંચી શકે છે સાથે જ વડોદરા શહેરમાં 35.2 ડિગ્રી સુધી તાપમાન વધી શકે છે રાજકોટમાં સૌથી વધુ 36.2 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું. હવે આગામી દિવસોમાં પણ તાપમાન વધુ વધે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે 

Join WhatsApp

Join Now

Leave a Comment