Weather Forecast:ગુજરાતમાં ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે છતાં પણ રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં સવારથી ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે જેથી લોકોને સવારે ઠંડીનો અહેસાસ થાય છે ત્યારબાદ બપોરના સમયે વધારે ગરમીનું અહેસાસ થવા લાગે છે ઉનાળો અને શિયાળો બંને સિઝન ભેગી હોય તેવું પણ લાગી રહ્યું છે આપ સૌને જણાવી દઈએ તો જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં હિમવર્ષાને વરસાદના કારણે ગુજરાતમાં પણ ઠંડી અનુભવાય રહી છે
ભારતીય હવામાન વિભાગની મહત્વની આગાહી
ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે મુજબ ઘણા બધા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવી શકે છે જેમકે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગોવા છત્તીસગઢ કર્ણાટક વગેરે જેવા વિસ્તારોમાં ગરમી વધવાની શક્યતાઓ છે તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે જ્યારે પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી બિહાર સહિતના કેટલાક રાજ્યોમાં ઠંડા પવનના કારણે ઠંડી વધી શકે છે પહાડી રાજ્યોમાં પણ વરસાદ અને હિમવર્ષના કારણે જાન્યુઆરી મહિનામાં જેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે
ગુજરાત રાજ્યની વાત કરીએ તો વહેલી સવારથી જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે ઘણા શહેરો જેમ કે જામનગર રાજકોટ જેવા શહેરોમાં સવારથી જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થયો હતો ગઈકાલે પણ ઘણી જગ્યાએ પવન ફૂંકાયા હતા જેના કારણે ગઈકાલે વાતાવરણ પરિવર્તન સર્જાયું હતું સાથે જ આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ વધી શકે છે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે