Holi Festival Rules : હોળી-ધુળેટીના તહેવારને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું પ્રસિદ્ધ, જાણો નિયમો

Holi Festival Rules :  હોળી અને ધુળેટીના તહેવારોની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શાંતિ અને સલામતી માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં જાહેર રસ્તા ઉપર જતા આવતા રાહદારીઓ ને વાહન રોકવા નહીં તેવી અપીલ કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા બની રહે સાથે જ જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે એવા ઉદેશ્યથી પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ખાસ કરીને સુરત શહેરમાં (Surat News) પોલીસ કમિશનર અનુપસિંહ ગહેલોત દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે

જાહેરનામા  અનુસાર જે વિગતો સામે આવી છે તે મુજબ હોળી ધુળેટીના તહેવાર પર કોઈ પણ વ્યક્તિઓએ જાહેર જગ્યાએ આવતા જતા લોકોને અથવા મકાનો અથવા મિલકતો વાહનો ઉપર કાદવ કીચડ અથવા કોઈ એથેન્ટિક રંગ અથવા રંગ મિશ્રણ કરેલા પાણી જેવી વસ્તુઓ નાખવી ફેકવી નહીં જો આવું કરતા નજરે ચડશે તો તેમના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેઓ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે

હોળી અને ધુળેટીના દિવસો હવે ખૂબ જ નજીક છે 15 માર્ચ 2025 ના રોજ સુધી જાહેરનામું અમલમાં રહેશે આ સમયગાળા દરમિયાન તહેવાર ધૂળેટીનો શરૂ હોય છે જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે અને તેમના વિરોધ ચોક ઘણીવાર કાયદાકીય  પ્રક્રિયા પણ કરવામાં આવી શકે છે.સુરત પોલીસ દ્વારા હાલમાં જ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ગુજરાતના બાકી જિલ્લાઓમાં પણ ટૂંક સમયમાં જ સ્થાનિક જિલ્લા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે

Join WhatsApp

Join Now

Leave a Comment