Rajkot News : રાજકોટની સરકારી એટલે કે સિવિલ હોસ્પિટલમાં અવારનવાર સમસ્યાઓ ઉભી થતી હોય છે જેના કારણે લોકોને અનેક હાલાકી નો સામનો કરવો પડતો હોય છે આવા સંજોગોમાં હવે હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ (hakabha Gadhavi) રાજકોટ સિવિલ હોસ્પિટલની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે તેમને જણાવ્યું છે કે હોસ્પિટલમાં દર્દીઓ સાથે અયોગ વર્તન કરવામાં આવી રહ્યો છે અને સામાન્ય ગરીબ લોકોની હાલત ખૂબ જ કફોડી બની છે
મળતી માહિતી અનુસાર હાસ્ય કલાકાર હકાભા ગઢવી તેમની બહેનનો અકસ્માત થયો હતો તે દરમિયાન રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન કરાવવા આવ્યા હતા. જ્યારે તેમને હોસ્પિટલમાં કડવા અનુભવ થયા હતા તેમનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તેમણે જણાવ્યું હતું કે મારા બહેન ગરીબ માણસ છે આખો પરિવાર ગૌશાળામાં નોકરી કરે છે અને રાજકોટ થી હળવદ માતાજીના દર્શન કરવા જતા હતા ત્યારે રસ્તામાં મારી બહેનને એક ગાડીવાળા એ ઉડાવી દીધા અને તેઓ ફરાર થઈ ગયો આવા સંજોગોમાં મારી બહેનને હેમરેજ થયું હતું તે બેભાન થઈ ગયા હતા તેમની સારવાર માટે રાજકોટ સિવિલમાં લાવ્યા હતા. હું પણ ત્યાં પહોંચ્યો હતો મને હોસ્પિટલમાં ખૂબ જ ખરાબ અનુભવ થયો છે
હકાભા ગઢવી સિવિલ હોસ્પિટલ પર સવાલ ઉઠાવ્યા છે મળતી સારવાર અને તેમની કામગીરી પર સવાલ ઉઠાવતા તેમને એક વીડિયો પણ શેર કર્યો છે આ સાથે જ તેમને એ પણ જણાવ્યું છે કે સરકાર પૂરું ધ્યાન આપે છે પરંતુ હોસ્પિટલના ડોક્ટરો નથી આપતા સરકાર પૂરી દવા આપે છે પરંતુ હોસ્પિટલમાં તે દવાઓ આપવામાં નથી આવતી આવા અનેક સવાલો રાજકોટની સિવિલ હોસ્પિટલની કામગીરી પર ઉઠાવ્યા છે