Ahmedabad News: અમદાવાદ શહેરમાં 1543 કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની સાગમટે બદલી, કમિશનરે આપ્યા આદેશ

Ahmedabad News:  અમદાવાદ શહેરમાં ફરી એકવાર પોલીસની બદલીઓની વિગતો સામે આવે છે જેમાં અચાનક સાગમટે બદલીઓ કરવામાં આવી છે  1543 કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની બદલીઓ કરવામાં આવી છે પોલીસ કમિશનરે આ બદલીના આદેશ આપ્યા છે. મોટાભાગના પોલીસ સ્ટેશનમાં જે નીચેનો સ્ટાફ હોય છે તેની બદલી કરતા જ ખળભળાટ મચી જવા પામ્યો છે  અગાઉ પણ પીએસઆઇ અને બિન હથિયારધારી અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું હતું પરંતુ હવે અમદાવાદ શહેરમાં  નીચેનો સ્ટાફ હોય તેમની બદલી કરવામાં આવી રહી છે સ્વાભાવિક રીતે આ બદલ્યો ના અનેક કારણો પણ છે કેટલાક લોકો લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવી રહ્યા છો જેમ કે એસઆઇટી પોલીસ કોન્સ્ટેબલ સુધીના પોલીસ કર્મચારીઓને તાત્કાલિક બદલી કરવાની અસર પડી છે સાથે જ ઘણા અધિકારીઓ એકને એક જગ્યાએ ફરજ બજાવતા હોય છે

મળતી માહિતી અનુસાર પોલીસ કમિશનરે અંદાજિત 1543 કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની બદલી કરવાના આદેશ આપ્યા હતા. જેમાં ક્રાઈમ બ્રાન્ચ સહિતના મહત્વના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મોટાભાગના સ્ટાફને બદલવામાં આવ્યો છે પોલીસ કમિશનરે કરેલી બદલીના ઓર્ડરમાં કડક શબ્દોમાં પણ જણાવવામાં આવ્યું છે જેમાં પત્ર વ્યવહારમાં મહત્વની વિગતો પણ આપવામાં આવી છે સાથે જ બદલી કરવામાં આવેલા પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ જવું એવી પણ સૂચના આપવામાં આવી છે આ પહેલાં પણ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા 1500 જેટલા પોલીસ કર્મયોની બદલી કરવામાં આવી હતી ફરી એક વાર 1543 કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે

Join WhatsApp

Join Now

Leave a Comment