Holika Dahan Muhurat 2025 : આજે હોળીનો પર્વ છે આપ પર્વ દરમિયાન સમગ્ર દેશમાં આજે ધામધૂમથી હોલિકા દહન કરવામાં આવશે ત્યારે ઘણા બધા એવા પણ લોકો છે જે હોળીનું મુહૂર્ત વિષય વધુ વિગતો જાણવા માંગે છે સાથે જ પૂજા વિધિ પણ ખૂબ જ મહત્વની હોય છે હોલિકા દહન પર પૂજા મુહૂર્ત વિશે જાણવું ખૂબ જ જરૂરી હોય છે. આજના સમયમાં ધાર્મિક તહેવારોનું વધુ મહત્વ પણ વિધિ પણ માનવામાં આવતી હોય છે ત્યારે ચાલો તમને જણાવી દઈએ ધૂળેટી ક્યારે હશે અને હોલિકા દહન નું શુભ મુહૂર્ત શું હશે
હોલિકા દહન મુહૂર્ત 2025 અને વિધિ
આવતીકાલે એટલે કે 14 માર્ચ 2025 ના રોજ શુક્રવારના દિવસે ધુળેટી ઉજવા જઈ રહી છે એટલે કે આજે હવે હોલિકા દહન સમગ્ર દેશમાં કરવામાં આવશે વિવિધ શહેરો અને ગ્રામ્ય ક્ષેત્રોમાં પણ કરવામાં આવશે ત્યારે શુભ મુહૂર્ત વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી હોય છે આપ સૌને જણાવી દે તો હોલિકા દહનનું શુભ મુહૂર્ત ફાલ્ગુન પૂર્ણિમાની તિથિ આ વર્ષે 13 માર્ચના રોજ સવારે 10:35 વાગ્યે શરૂ થાય છે અને 14 માર્ચના રોજ બપોરે 12:30 વાગે સમાપ્ત થાય છે આવા સંજોગોમાં હોલિકા દહન 13 માર્ચ 2025 ના રોજ કરવામાં આવશે
હવે તમને જ્યોતિષશાસ્ત્ર મુજબ 13 માર્ચે મોડી રાત્રે હોલિકા દહનના શુભ મુહૂર્ત વિશે જણાવી દઈએ તો 11:30 થી 12:30 સુધી સમયગાળા દરમિયાન હોલિકા દહન કરવાનું શુભ મુહૂર્ત માનવામાં આવે છે જેનાથી શુભ ફળની પ્રાપ્તિ પણ થઈ શકે છે ગેર માર્ચના રોજ હોલિકા દહનના દિવસે 10:35 થી રાત્રે 11:26 સુધી ભદ્રકાળ રહેશે આ દરમિયાન તમે હોલિકા દહન કરવા માંગો છો તો આ સમયગાળા દરમિયાન તમારે બચવાનું રહેશે