પીએમ કિસાન યોજનાના 20મા હપ્તાની મોટી અપડેટ! જાણો કોને ₹2,000 મળશે અને કોને બાકાત રાખવામાં આવશે? પીએમ કિસાન યોજના: સરકાર દ્વારા ખેડૂતોને નાણાકીય સહાય આપવા માટે એક યોજના ચલાવવામાં આવે છે જેનું નામ છે પીએમ કિસાન યોજના આ યોજના હેઠળ સરકાર બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે તેવી જ રીતે આ યોજનાનો 19 મો હપ્તો પણ જમા કરવામાં આવ્યો છે જેમાં તમામ ખેડૂતોને ₹2,000 આપવામાં આવ્યા છે જે નાના ખેડૂત મિત્રો છે તેમને દર વર્ષે 6000 ની નાણાકીય સહાય આપવામાં આવે છે સીધા જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. pm kisan 20th installment date 2025
ઘણા એવા ખેડૂત મિત્રો છે કે જે રાહ જોઈને બેઠા છે કે વિશ્વ હપ્તો ક્યારે આવશે? કયા કયા ખેડૂતોને આ હપ્તાનો લાભ મળશે અને કયા ખેડૂતો આ હપ્તા માટે બાકાત રહી જશે તો તમામ માહિતી જાણવી જરૂરી છે કારણ કે 20 મો હપ્તો હવે આવશે જ અને કેટલાય ખેડૂતો એવા છે કે જેમને આ હપ્તો નહીં મળે તો નીચે આપેલ માહિતી જાણી લો.
પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ક્યારે આવશે?
પીએમ કિસાન યોજના હેઠળ મળતી માહિતી મુજબ તમને જણાવીએ તો 20 મો હપ્તો જૂન 2025 માં આવવાની સંભાવના છે આ વર્ષમાં બીજું હપ્તો જમા થશે તો દરેક ખેડૂત મિત્રો ને બેંક ખાતામાં 2000 રૂપિયા જમા કરવામાં આવશે.
પીએમ કિસાન યોજનાનો લાભ કયા ખેડૂતોને મળશે? pm kisan 20th installment date 2025
તુજે ખેડૂત મિત્રો પાસે ખેતીલાયક જમીન હશે અને તેમણે કિસાન યોજના માટે કેવાયસી કરેલું હશે અથવા જેમનું બેંક ખાતુ છે તેની સાથે આધાર કાર્ડ લિંક હશે અને જમીન રેકોર્ડ રાજ્ય સરકારના ચોપડી નોંધાયેલા છે તે મિત્રોને આ યોજના નો લાભ મળવા પાત્ર થશે
જાણો શું છે ‘મારી યોજના પોર્ટલ’? કોને મળશે લાભ ,નોંધણી જાણો માહિતી
આ ખેડૂતો પીએમ કિસાન યોજના માટે પાત્ર નથી:
જે ખેડૂત મિત્રોને ખેતીલાયક જમીન નથી અને કેન્દ્ર અથવા રાજ્ય સરકાર ગ્રુપ એ અથવા ગ્રુપ બી તેમના અધિકારીઓ ને આ યોજના નો લાભ નહીં મળે અને શિક્ષક મિત્રો આવકવેરો ફરે છે તેમને પણ આ યોજનાનો લાભ નહીં મળે ડોક્ટર વકીલ એન્જિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટ જેવા વ્યવસાયિક લોકો છે તેમને પણ આ યોજના નો લાભ મળવા પાત્ર નથી
પીએમ કિસાન યોજના હેઠળ 20મા હપ્તા સ્ટેટસ ચેક કેવી રીતે કરવું ? PM Kisan 20th installment beneficiary status mobile number
ખેડૂત મિત્રો કિસાન યોજના નું 20 મો હપ્તો લેવામાં આવતાં હોય તેમને બેંકમાં અથવા તમારા ગ્રામ પંચાયતમાં જઈ અને સ્ટેટસ ચેક કરવું પડશે કે તમને મળવા પાત્ર છે કે નહીં 20 મો હપ્તો સૌપ્રથમ તમારે પીએમ કિસાન યોજના ની વેબસાઈટ પર જવાનો રહેશે ત્યાં જઈ અને “લાભાર્થી સ્થિતિ” લખેલું હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે પછી તમારો આધાર નંબર અથવા બેન્ક એકાઉન્ટ નંબર નાખવાનો રહેશે ત્યાં “ડેટા મેળવો” એવું હશે ત્યાં ક્લિક કરી અને 20 માં હપ્તાની સ્ક્રીન તમારા મોબાઇલમાં દેખાશે જો કહેવાય છે કરેલું હશે તો તમને આ યોજના નો હપ્તો મળવા પાત્ર થશે
પીએમ કિસાન યોજના હેઠળ દસ્તાવેજો કેવી રીતે અપડેટ કરવા અને e-KYC કેવી રીતે કરવું?
પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ (pmkisan.gov.in) ની મુલાકાત લો.
હોમપેજ પર “e-KYC” વિકલ્પ પર ક્લિક કરો.
હવે તમારો આધાર નંબર દાખલ કરો અને OTP દ્વારા ચકાસણી કરો.
સફળ ચકાસણી પછી, તમારી e-KYC પ્રક્રિયા પૂર્ણ થશે.
CSC સેન્ટર દ્વારા બાયોમેટ્રિક e-KYC કેવી રીતે કરવું?
જો તમે ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવામાં અસમર્થ છો, તો તમે નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈને બાયોમેટ્રિક ઈ-કેવાયસી કરી શકો છો.