જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર Jawahar Navodaya exam result declared Jawahar Navodaya Vidyalaya Class 6th, 9th Result 2025 જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 અને 9 પરિણામ 2025: જવાહર નવોદય સમિતિ (JNS) એ મંગળવારે (25 માર્ચ, 2025) જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા (JNVST) 2025 નું પરિણામ જાહેર કર્યું. ધોરણ 6 અને ધોરણ 9 માં પ્રવેશ માટે લેવામાં આવેલી આ પરીક્ષામાં હાજર રહેલા તમામ વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ navodaya.gov.in પર જઈને તેમના પરિણામો ચકાસી શકે છે. જોકે, સમાચાર લખતી વખતે, સર્વર ડાઉન હોવાને કારણે વેબસાઇટ ખુલી રહી ન હતી.
How To Check Jawahar Navodaya Vidyalaya Result 2025 જવાહર નવોદય વિદ્યાલયનું પરિણામ 2025 કેવી રીતે તપાસવું
- પરિણામ જોવા માટે, ઉમેદવારોએ પહેલા સત્તાવાર વેબસાઇટ navodaya.gov.in ની મુલાકાત લેવી પડશે.
- તમારે વેબસાઇટના હોમ પેજ પર Result ઑપ્શન જવું પડશે.
- હવે તમને JNV પરિણામ સંબંધિત એક લિંક મળશે, તેના પર ક્લિક કરો.
- હવે તમારો રોલ નંબર દાખલ કરો અને તમારું પરિણામ જોવા માટે સબમિટ કરો.