ગુજરાતમાં હવામાન નું બેવડું સ્વરૂપ જોવા મળ્યું; 7 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર, આગામી 7 દિવસ હવામાન કેવું રહેશે ગુજરાતમાં ધીરે ધીરે ગરમીનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે કારણ કે હવે માર્ચ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને એક બાજુ ગરમી પણ બહુ જ પડે છે માર્ચ મહિનામાં 40 ડિગ્રી ઉપર કરની પડી રહી છે ઘણા દિવસોથી ગુજરાત રાજ્યમાં હવામાનનો અલગ અલગ સ્વરૂપ દેખવા મળ્યું છે
બેવડું હવામાન
હવામાન વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે ગઈકાલે ગુજરાતમાં હવામાન સુગું હતું અને જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં કેટલાક વિસ્તારો છે ત્યાં તાપમાનમાં ઘટાડો થયો હતો જો કે ઉત્તર ગુજરાત આણંદ જિલ્લાના સ્થળો પર ગરમી ખૂબ જ પડી રહી હતી ગુજરાતના એવા કેટલાક જિલ્લાઓ તેમ કે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં મોટેભાગે તાપમાન સામાન્ય વધારે હતું
આગામી 7 દિવસમાં હવામાન કેવું રહેશે?
હવામાન વિભાગ દ્વારા જણાવ્યું મુજબ આવતા ચાર દિવસમાં હવામાન કેવું રહે છે તો તમને જણાવી દઈએ કે આગામી 48 કલાકમાં રાજ્યમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી નો ઘટાડો થવા ની ધારણા છે ત્યારે બે ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે ત્યારે બહુ ગરમી પડશે અને 29 માર્ચ દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ભેજવાળો પવન લહેરાવાની શક્યતા છે,
7 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ગુજરાતમાં તાપમાન ભુજમાં ૩૮ ડિગ્રી, નલિયામાં ૩૩, કંડલામાં ૩૭, અમરેલીમાં ૪૦, ભાવનગરમાં ૩૯, દ્વારકામાં ૨૯, ઓખામાં ૩૧, પોરબંદરમાં ૩૬, રાજકોટમાં ૪૧, વેરાવળમાં ૩૫, દીવમાં ૩૩, મહુવામાં ૩૬, કેશોદમાં ૩૯, અમદાવાદમાં ૪૧, ડીસામાં ૪૧, ગાંધીનગરમાં ૪૧, વલ્લભવિદ્યાનગરમાં ૪૧, બરોડામાં ૪૧, સુરતમાં ૩૮ અને દમણમાં ૩૪ ડિગ્રી રહેશે.