Surat News: સુરત શહેરમાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા તથા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો એ વિરોધ પ્રદર્શન કર્યું હતું જ્યારે કમિશનર અને કલેકટર ની મીટીંગ ચાલતી હતી ત્યારે આ વિરોધ પ્રદર્શન કરવા માં આવ્યું હોવાનું સામે આવ્યું છે જેમાં કોન્ફરન્સ રૂમમાં પ્રવેશવાની કોશિશ કરી હતી અને હંગામો પણ મચાવ્યો હતો જેથી તાત્કાલિક સિક્યુરિટી ગાર્ડ સાથે ધક્કા મૂકીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. પોલીસને પણ બોલાવવામાં આવી હતી અને લાલ ગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં ઘણા બધા વિપક્ષ નેતાઓ સામે ગુનો નોંધાયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે
વધુમાં જણાવી દઈએ તો વિપક્ષ નેતા પાયલ સાકરીયા દ્વારા જેમકે આપવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કમિશનર પ્રજાહિત માટે માંગવામાં આવેલી માહિતીના જવાબ આપતા નથી આ સાથે જ તેમણે એ પણ જણાવ્યું હતું કે સોમવાર સુધીમાં જવાબ નહીં આપે તો મંગળવારે આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવશે આ સાથે જ તેમણે એ પણ જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ પ્રકારનો સાચો જવાબ આપતા નથી વિપક્ષનેતા પાયલ સાકરીયા એ પોતાના સાથી અને ઉપનેતા મહેશ અણગણ દંડક રચના હિરપરા અને અન્ય નગર સેવકો સાથે મળીને મ્યુનિસિપલ કમિશનર પાસે પોતાની પ્રજાહિત માટે માંગવામાં આવેલી માહિતીના પ્રશ્નો સાથે મળવા પહોંચ્યા હતા તે દરમિયાન આ હંગામો સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે બાકીની માહિતી મીડિયામાં સામે આવી છે