આઈ.એ.એસ. અધિકારી અને વિધાનસભાનાં અધ્યક્ષ શંકર ચૌધરી વેવાઈ બન્યા! Shankar Chaudhary Vevai becomes Speaker of the Legislative Assembly
ગુજરાતમાં કોઈ આઈ.એ.એસ.અધિકારી અને કોઈ પૂર્ણ સમયના રાજકીય નેતા પરસ્પર વેવાઈ બન્યા હોય એવી ઘટના અત્યાર સુધી લગભગ નથી બની.પણ હવે એમાં એક સુખદ અપવાદ સર્જાયો છે.ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ૨૦૦૪ની બેચના આઈ.એ.એસ.અધિકારી તથા નિવૃત સહકાર સચિવ તેમજ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના પૂર્વ ચેરમેન નલિન ઉપાધ્યાય પરસ્પર વેવાઈ બન્યા છે.
શંકર ચૌધરીની દીકરી સિંધુ ચૌધરી અને ન લિ ન ઉપાધ્યાયના દીકરા રુતુલે એકબીજાને પસંદ કરતા બંને યુવાઓના માતા-પિતાએ રાજીખુશીથી એ બન્ને યુવા પ્રેમીના હૈયાંને શાતા બક્ષી છે.નવાઈ તો એ વાતની લાગે છે કે ગાંધીનગરમાં જ વસતા આ બન્ને ઉંચી પહોંચ ધરાવતા વેવાઈઓએ આ લગ્ન અંગે ગાંધીનગરમાં કોઈ રીસેપ્સન કર્યું નથી.વળી, આ લગ્ન અંગે પાટનગરમાં કોઈને કશી ખબર પણ નથી!આમ કેમ થયું હશે? એવો સવાલ ચોમેર પૂછાઈ રહ્યો છે! કદાચ સાદગીનો એગ્રહ કારણભૂત હોય એવું બને!
ચિ. સિંધુ ચૌધરી અને ચિ. રૂતુલ ઉપાધ્યાયને શુભેચ્છા 💐💝
આપનું દાંપત્યજીવન હર્ષ સભર રહે તેવી શુભેચ્છા 💐 pic.twitter.com/WF5lQI9PEb— Paresh છાંયા 🅿️©️ (@pareshChaya) March 31, 2025