Income Tax new rules : એપ્રિલ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને એપ્રિલ મહિનાના પ્રથમ દિવસથી જ નાણાકીય વર્ષની શરૂઆત થઈ ગઈ છે ત્યારે મધ્યમ વર્ગના લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે કારણ કે આવકવેરાને લઈને તેમને રાહત મળી શકે છે આ ફાઈનસિયલ વર્ષમાં અનેક નવા ફેરફાર થયા છે જેનો ફાયદો મિડલ ક્લાસને મળશે જેમાંનો એક નિર્ણય છે આવકવેરા નો નિયમ જેમાં ગયા ફેબ્રુઆરીના પહેલી તારીખે નાણામંત્રી દ્વારા આવકવેરાના નવા રિજીમ અંગે અનેક જાહેરાતો કરી હતી હાલમાં એપ્રિલ મહિના લાગુ થતા જ નવા ફેરફાર કરવામાં આવ્યા છે જેથી સામાન્ય નાગરિકોને પણ મોટો ફાયદો થઈ શકે છે
મધ્યમ વર્ગના લોકો માટે આવકવેરામાં મોટી રાહત : Income Tax
નાણામંત્રી દ્વારા મધ્યમ વર્ગ અને મીડલ ક્લાસના લોકોને મોટી રાહત આપી છે મળતી વિગતો અનુસાર 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને હવે સંપૂર્ણ રીતે આવકવેરામાંથી છૂટ આપવામાં આવે છે અગાઉ જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હાલમાં છે એપ્રિલ મહિનાની શરૂઆત થતાં જ આ નિયમ લાગુ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે નવા ટેક્સ રિઝર્વ પસંદ કરનારા પગારદારો માટે 75,000 રૂપિયાની સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે હવે 12.75 લાખ રૂપિયાની રકમ સુધી કોઈ આવકવેરો કરવો પડશે નહીં ટેક્સ સ્લેબમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યો છે
આનાથી 25 લાખ રૂપિયા સુધી વાર્ષિક કમાણી કરનારા આવકવેરો ભરતા અને ટેક્સમાં 1.1 લાખ રૂપિયાની બચત થઈ શકે છે, આવકવેરામાં મોટો ફેરફાર થતા સામાન્ય નાગરિકોને મોટો ફાયદો પણ થશે આ સાથે જ મિડલ ક્લાસના લોકોને મોટો ફાયદો થઈ શકે છે