મોદી સરકારે જુલાઈના પહેલા દિવસે જ યુવાઓ માટે એક મોટી યોજનાની જાહેરાત કરી છે. કેન્દ્રીય કેબિનેટે રોજગાર લિંક્ડ ઇન્સેન્ટિવ (ELI) યોજનાને મંજૂરી આપી છે, જેનો મુખ્ય લક્ષ્ય ગુજરાત સહિત સમગ્ર દેશમાં 3.5 કરોડ નવી નોકરીઓ સર્જવાનો છે. આ યોજનાનો સૌથી મોટો ફાયદો પહેલી વાર નોકરી શરૂ કરનાર યુવાઓને મળશે, જેમને 15,000 રૂપિયા સુધીની આર્થિક મદદ મળશે. eli scheme gujarati
યોજનાની મુખ્ય વિગતો: eli scheme gujarati
- કુલ બજેટ: 2 લાખ કરોડ રૂપિયા
- લક્ષ્ય: 2025-27 સુધીમાં 3.5 કરોડ નવી નોકરીઓ
- લાભાર્થી: 1.92 કરોડ યુવા જે પહેલી વાર નોકરીમાં પ્રવેશે છે
- અરજી પ્રક્રિયા: EPFO પંજીકૃત થઈને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા લાભ
ગુજરાતના યુવાઓ, તૈયાર રહો!
આ યોજના ખાસ કરીને ગુજરાતના ફેક્ટરી, ટેક્સટાઇલ, ઓટોમોબાઇલ અને સ્કિલ્ડ વર્કર્સ માટે સુવર્ણ તક લઈને આવી છે. જો તમે નવી નોકરી શરૂ કરી રહ્યા છો, તો EPFOમાં રજિસ્ટર થઈ જાઓ અને 15,000 રૂપિયાનો લાભ લો.
ફેક્ટરી અને મેન્યુફેક્ચરિંગમાં વધુ નોકરીઓ
ગુજરાતની ફેક્ટરીઓ અને ઉદ્યોગોમાં જો વધુ લોકોને નોકરી પર રાખવામાં આવે, તો માલિકોને 2 વર્ષ સુધી 3,000 રૂપિયા/મહિનાનું ઇન્સેન્ટિવ મળશે.