જો તમે કોઈ સરકારી કે બેંક નોકરી શોધી રહ્યા છો ને વારંવાર એવું લાગી આવતું હોય કે આપણને કેટલીય ભર્તીઓમાં મોડું થઈ જાય છે, તો આ વખતે એવું નહિ થવું જોઈએ. Indian Bank Apprentice Vacancy 2025
Indian Bank દ્વારા Apprentice માટે 1500થી વધુ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. અરજી કરવાની શરૂઆત 18 જુલાઈ 2025થી થઈ ગઈ છે અને છેલ્લી તારીખ છે 7 ઑગસ્ટ 2025.
Indian Bank Apprentice Vacancy 2025 કોણ અરજી કરી શકે
અરજીકર્તાને કોઇ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. ઉંમર 1 જુલાઈ 2025ના આધારે ગણવામાં આવશે, જેમાં ઓછીમાં ઓછી ઉંમર 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ હોવી જરૂરી છે. SC, ST, OBC અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ રહેશે.
Indian Bank Apprentice Vacancy 2025 પગાર
જેનાં નામ Apprentice તરીકે પસંદ થશે, તેમને શહેર અને ગ્રામીણ વિસ્તારના આધારે મહિને સ્ટાઈપેન્ડ મળશે. મેટ્રો અને અર્બન વિસ્તાર માટે 15,000 રૂપિયા મહિને મળશે અને ગ્રામીણ તથા સેમી અર્બન વિસ્તારમાં કામ કરતા ઉમેદવારોને 12,000 રૂપિયા મહિને આપવામાં આવશે.