ખેડૂતો માટે મોટી ખુશખબર: પાક નુકસાની બદલ ગુજરાત સરકારે જાહેર કર્યું રૂ. 10 હજાર કરોડનું સહાય પેકેજ ખેડૂતોને સહાય પેકેજ 2025

Gujarat govt announces ₹10000 crore

Gujarat govt announces ₹10000 crore relief package જો તમે ખેડૂત છો, તો તમને ખબર છે કે આ વર્ષે ચોમાસું કેટલું અણધાર્યું રહ્યું. પહેલે ભરપૂર વરસાદ, પછી સતત માવઠું—અને આખરે પાક બગડી ગયો. ઘણા ખેડૂતો માટે આ સમય સહેલો નહોતો. પરંતુ હવે રાજ્ય સરકારે એક મોટું પગલું લીધું છે — એક રૂ. 10 હજાર કરોડનું સહાય પેકેજ જે ખેડૂતોના નુકસાન પૂરવા માટે મુખ્ય ભૂમિકા ભજવશે.

ખેડૂતો માટે મુખ્ય મુદ્દા (ઝડપી માહિતી) ખેડૂતોને સહાય પેકેજ 2025

મુદ્દોવિગતો
રાહત પેકેજરૂ. 10 હજાર કરોડ
ખરીદીની શરૂઆત9 નવેમ્બર 2025
ખરીદાતી પાકમગફળી, મગ, અડદ, સોયાબીન
ટેકાનો ભાવ (મગફળી)રૂ. 7263 પ્રતિ ક્વિન્ટલ
પ્રતિ ખેડૂત મર્યાદા125 મણ
કુલ અસરગ્રસ્ત વિસ્તાર42 લાખ હેક્ટર વિસ્તાર
અસરગ્રસ્ત ગામો16,000 ગામો અંદાજે

રાજ્ય સરકારનો મોટો નિર્ણય: રાહત પેકેજની જાહેરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આયોજાયેલી ઉચ્ચ સ્તરની બેઠક પછી આ મહત્વપૂર્ણ નિર્ણય લેશાયો. કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગના અધિકારીઓ સાથે થાયેલી સમીક્ષા બેઠક પછી રાજ્ય સરકાર એ ખેડૂતો માટે રૂ. 10 હજાર કરોડ નુ પાક નુકસાની રાહત પેકેજ જાહેર કર્યું છે.

ટેકાના ભાવે પાક ખરીદીની શરૂઆત – 9 નવેમ્બરથી

સરકાર એ સાથે સાથે ઘોષણા કરી છે કે 9 નવેમ્બરથી ટેકાના ભાવ પર મગફળી, મગ, અડદ અને સોયાબીન ની ખરીદી શરૂ થશે.
આ ખરીદીનો કુલ મૂલ્ય રૂ. 15 હજાર કરોડ સુધી પહોંચે તેવી સંભાવના છે.

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે ખેડૂતોને SMS દ્વારા ખરીદીની તારીખ અને કેન્દ્ર વિશે માહિતી મળશે. દર ખેડૂતને 125 મણ સુધી ખરીદી ની મંજૂરી આપવામાં આવશે.

મગફળીના ભાવમાં વધારો – ખેડૂત માટે વધુ નફો

કેન્દ્ર સરકારે મગફળીના ભાવમાં વધારો કરી ખેડૂતોને મદદ કરી છે. હવે મગફળીનો ભાવ રૂ. 7263 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો છે. ગત વર્ષે લગભગ 3.5 લાખ ખેડૂતોએ નોંધણી કરી હતી, જ્યારે આ વર્ષે આ આંકડો વધવાની શક્યતા છે.

પાક વિમા યોજના અને સહાય વચ્ચેનો તફાવત

2019 માં રાજ્ય સરકારે રૂ. 3750 કરોડ નુ રાહત પેકેજ જાહેર કર્યું હતું, પણ તે વખતે પાક વિમા યોજનાનો લાભ મળતો હતો — જેના કારણે ખેડૂતોને સાચો આર્થિક ફાયદો થયો હતો. ખેડૂતોને સહાય પેકેજ 2025

હાલ આ યોજના બંધ હોય તે કારણે આ વાર ખેડૂતોને માત્ર સીધી સહાય મળશે, જે કેટલાક ખેડૂતો માટે અપૂરતી સાબિત થઈ શકે છે. કેટલાક ખેડૂતો એ ચિંતા જણાવી છે કે આ વાર સરકાર ની મદદ સંપૂર્ણ નુકસાન પૂરી ન શકે.

નુકસાનનું વ્યાપક પ્રમાણ

કમોસમી વરસાદ ના કારણે રાજ્ય ના 42 લાખ હેક્ટર વિસ્તાર માં પાક નુકસાન થયું છે. 16,000 થી વધુ ગામો આ વરસાદ ના અસર ગ્રસ્ત બન્યા છે. આ નુકસાન ને જુએ ત્યારે આ પેકેજ ખેડૂતો માટે એક મહત્ત્વપૂર્ણ રાહત છે.

Join WhatsApp

Join Now

Leave a Comment