આ યોજના ખેડૂતોને ₹40,000 સુધીની પાક નુકસાન સહાય આપે છે, અને એ પણ ફક્ત બે દસ્તાવેજથી અરજી થઈ શકે છે.

Krushi Sahay Package Gujarat online

ખેડૂત માટે માવઠો એટલે ડર અને દોડધામ. આખી સિઝનની મહેનત જમીન પર ઉભી હોય, અને અચાનક વરસાદ આવી જાય… એની ચોટ દિલ પર સીધી ઉતરે. તમે કેટલા પણ સંયમથી કામ કરો, કેટલીક વાતો તમારા હાથમાં હોતી નથી. અને એ જ સમયે મનમાં એક જ પ્રશ્ન ઊભો થાય કૃષિ રાહત પેકેજ 2025

આ વખતે તમને એકલા રહેવાનું નથી. સરકાર એ જ દુખને ધ્યાનમાં રાખીને Mavtha Sahay 2025 જાહેર કર્યો છે. અહીં વાત ફક્ત સહાયની નથી, વાત એ છે કે તમે ફરીથી ઉભા રહી શકો. આ યોજના ખેડૂતોને ₹40,000 સુધીની પાક નુકસાન સહાય આપે છે, અને એ પણ ફક્ત બે દસ્તાવેજથી અરજી થઈ શકે છે.

Krushi Sahay Package Gujarat online

મુદ્દોવિગત
યોજનાપાક નુકસાન સહાય પેકેજ 2025
અરજી શરૂ14 નવેમ્બર, બપોરે 12 વાગ્યાથી
અરજી સમયગાળો15 દિવસ
ક્યાં કરવીhttps://krp.gujarat.gov.in/ (VCE/VLE મારફત)
દસ્તાવેજોઆધાર, 7/12, બૅન્ક પાસબુક, મોબાઇલ નંબર
ચુકવણી પદ્ધતિDBT (PFMS/RTGS)
કુલ પેકેજ9,815 કરોડ રૂપિયા

કૃષિ રાહત પેકેજ 2025 શું છે?

ગુજરાત સરકારએ કમોસમી વરસાદને કારણે થયેલા મોટા નુકસાન બાદ આશરે ₹11,000 કરોડનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ રાજ્યના એકેક ખેડૂત સુધી પહોચે, એ માટે ઓનલાઈન સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.

આ પેકેજની સૌથી મોટી વાત એ છે કે આખું રાજ્ય—૩૩ના ૩૩ જિલ્લાઓના ૧૬,૫૦૦ ગામ—આ સહાયમાં આવરી લેવાયા છે. એટલે તમે જ્યાંના પણ હો, જો પાક બગડ્યો છે, તો તમારી મદદ માટે દરવાજો ખુલ્લો છે.

અને હા, અરજી કરવાની પ્રક્રિયા 14 નવેમ્બર 2025થી શરૂ થઈ ગઈ છે.

કૃષિ રાહત પેકેજ 2025 માટે અરજી કેવી રીતે કરવી?

અહીં ઘણીવાર લોકો ગેરસમજ કરે છે, તો એક વાત સ્પષ્ટ સમજજો—ખેડૂત પોતે ફોર્મ ભરી શકતા નથી.
આ ફોર્મ ફક્ત તમારા ગામના VCE (Village Computer Entrepreneur) દ્વારા જ ભરાશે.

VCE પાસે સરકારી લોગિન હોય છે, એટલે તેઓ સિસ્ટમમાં જઈને સીધી તમારી અરજી ફાઈલ કરી શકે છે.

  • અરજી કરવાની રીત (સ્ટેપ-ટુ-સ્ટેપ)
  • તમે તમારા ગામના VCEને મળો
  • તમારી જમીન અને પાકની માહિતી આપો
  • જરૂરી દસ્તાવેજો બતાવો
  • VCE તમારી વિગત સિસ્ટમમાં નાખશે
  • ફોર્મ સબમિટ થશે અને તમને અરજી નંબર મળશે

VCE ને વહેલી તકે મળવાનું કારણ એ છે કે ફોર્મ ફક્ત 15 દિવસ માટે જ ખૂલેલાં છે.
મહેનત કરી છે તો સહાય મળવી જ જોઈએ—સમય ચૂકી જશો તો તમને નુકસાન જ થશે.

કૃષિ રાહત પેકેજ 2025 અરજી માટે જરૂરી દસ્તાવેજો

ઓનલાઈન ફોર્મ માટે ફક્ત થોડા જ દસ્તાવેજો જોઈએ. આ કારણે વધારે ખેડૂતને કોઈ મુશ્કેલી પડતી નથી.

  • આધાર કાર્ડ
  • બેંક પાસબુકની Xerox
  • 7/12 અને 8-A જમીનનાં કાગળ
  • તલાટી પાસેથી વાવેતરનો દાખલો

આ ચાર પુરાવા હોય તો તમે તરત અરજી કરાવી શકો છો.

કૃષિ રાહત પેકેજ 2025 સહાય ખેડૂત દીઠ મળશે કે ખાતા દીઠ?

આ સવાલ દરેક ગામમાં ચર્ચામાં છે. સરકારે હજુ સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો નથી. પરંતુ હાલની પ્રક્રિયા મુજબ ફોર્મ ખાતાદીઠ ભરાઈ રહ્યું છે.

જો એક જ જમીન પર ચાર-પાંચ ખેડૂતોના નામ હોય, તો મુખ્ય ખેડૂતના નામે અરજી કરવા માટે અન્ય ખેડૂતોનો સહમતિ પત્ર લેવાય છે.

આ વખતે સરકારની ટીમે પણ સ્પષ્ટ કહ્યું છે—પરિપત્ર આવે પછી સહાયની અંતિમ ગણતરી જાહેર કરવામાં આવશે.

જે પાંચ જિલ્લાઓને ખાસ આવરી લેવામાં આવ્યા છે

માવઠા કારણે પહેલાં ભારે નુકસાન થયેલા પાંચ જિલ્લાઓને આ પેકેજ હેઠળ વધારાનું ધ્યાન આપવામાં આવ્યું છે.

  • જૂનાગઢ
  • કચ્છ
  • પાટણ
  • પંચમહાલ
  • વાવ-થરાદ (બનાસકાંઠા)

આ વિસ્તારોમાં થયેલા પાકના નુકસાનને સરકાર ફરીથી આધારે મૂલવી રહી છે અને નવી શરતો હેઠળ સહાય આપવામાં આવશે.

ખેડૂતોને એક વિનંતી

જો તમે સહાય મેળવવા માગો છો, તો VCE પાસે જવાની રાહ ન જુઓ.
દરેક ગામમાં ખેડૂતોની લાંબી લાઈનો રહે છે, અને કોઈ માહિતી અધૂરી હોય તો ફરી જવું પડે.
સમય ઓછો છે, ફોર્મ મર્યાદિત છે, સહાય જરૂરી છે—તો ફક્ત એક જ સલાહ છે:

વહેલી તકે તમારા ગામના VCEને મળી અરજી કરાવી લો.

FAQs – ખેડૂતના સામાન્ય સવાલો

  1. સહાય કેટલી મળશે?
    અત્યાર સુધીની ચર્ચા મુજબ સહાય ₹40,000 સુધી મળી શકે છે. અંતિમ નિર્ણય સરકાર પરિપત્ર બહાર પાડશે ત્યારે થશે.
  2. શું ખેડૂત પોતે ઓનલાઈન અરજી કરી શકે?
    ના. અરજી ફક્ત ગામના VCE દ્વારા જ ભરાવવામાં આવશે.
  3. ફોર્મ ક્યારે સુધી ભરાઈ શકે?
    ફોર્મ 14 નવેમ્બરથી શરૂ છે અને 15 દિવસ સુધી ભરાશે.
  4. શું બધા જિલ્લાઓ આવરી લેવાયા છે?
    હા, સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓ અને 16,500 ગામોને સામેલ કરવામાં આવ્યા છે.
  5. નુકસાનનો પુરાવો શું આપવો પડે?
    મુખ્ય પુરાવા જમીનની વિગતો, 7/12, વાવેતરનો દાખલો અને VCE દ્વારા સિસ્ટમમાં અપલોડ થતી માહિતી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment