જો તું 10મા પાસ હોય અને સેન્ટ્રલ સુરક્ષા દળોમાં નોકરી કરવાની ઈચ્છા રાખતો હો, તો આ ભરતી ચૂકી જવા જેવી નથી. SSC એ GD Constable Recruitment 2026 નું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. SSC GD કોન્સ્ટેબલ ભરતી 2026 SSC GD Constable Bharti 2026
ફોર્મ ભરવાની પ્રક્રિયા 1 ડિસેમ્બર 2025થી શરૂ થઈ ગઈ છે, અને છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 છે.
SSC GD Constable 2026 – મુખ્ય મુદ્દા એક નજરમાં
| માહિતી | વિગત |
|---|---|
| ભરતીનું નામ | SSC GD Constable Recruitment 2026 |
| કુલ જગ્યાઓ | 25,487 |
| ફોર્મ શરૂ | 1 ડિસેમ્બર 2025 |
| અંતિમ તારીખ | 31 ડિસેમ્બર 2025 |
| પરીક્ષા | ફેબ્રુઆરી–એપ્રિલ 2026 (સંભવિત) |
| લાયકાત | 10મા પાસ |
| ઉંમર મર્યાદા | 18–23 વર્ષ |
| પગાર | ₹21,700 – ₹69,100 |
SSC GD Constable 2026 જગ્યાઓ
| દળ | જગ્યાઓ |
|---|---|
| BSF | 616 |
| CISF | 14,595 |
| CRPF | 5,490 |
| SSB | 1,764 |
| ITBP | 1,293 |
| Assam Rifles | 1,706 |
| SSF | 23 |
| કુલ જગ્યા | 25,487 |
SSC GD Constable Bharti 2026 કેટલો મળશે પગાર?
GD Constable ની પોસ્ટ Pay Level 3માં આવે છે.
- બેસિક પગાર: ₹21,700 – ₹69,100
- ઇન-હેન્ડ શરૂઆત: ₹38,000–₹40,000
- વધારાનું: DA, HRA, TA
ઘરનું મહિને-મહિને ચાલવાનું ખાતરીવાળું કામ.
SSC GD Constable Bharti 2026 લાયકાત શું જોઈએ?
1. ઉંમર મર્યાદા
- ઓછામાં ઓછું: 18 વર્ષ
- વધુમાં વધુ: 23 વર્ષ
- જન્મ 2 જાન્યુઆરી 2003 પહેલાં ન હોવો જોઈએ અને 1 જાન્યુઆરી 2008 પછી ન હોવો જોઈએ.
SC/ST/OBC/Ex-Servicemen માટે નિયમ મુજબ ઉંમરની છૂટછાટ છે.
2. શૈક્ષણિક લાયકાત
- 1 જાન્યુઆરી 2026 સુધી માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મા પાસ હોવું જરૂરી.
SSC GD Constable Bharti 2026 arji fee
| કેટેગરી | ફી |
|---|---|
| UR / OBC | ₹100 |
| SC / ST | ફ્રી |
| Ex-Servicemen | ફ્રી |
| તમામ મહિલાઓ | ફ્રી |
- SSC ની અધિકૃત વેબસાઈટ ssc.gov.in ખોલો
- Apply Online પર ક્લિક કરો
- SSC GD 2026નો વિકલ્પ પસંદ કરો
- નવા ઉમેદવાર Registration કરે
- પહેલેથી રજીસ્ટર્ડ હોય તો Login કરો
- ફોર્મમાં સચોટ વિગતો ભરો
- દસ્તાવેજો અપલોડ કરો
- કેટેગરી પ્રમાણે ફી ભરો
- ફોર્મ સબમિટ કરી પ્રિન્ટ રાખી લો
SSC GD Constable Bharti 2026 સિલેક્શન પ્રોસેસ શું રહેશે?
SSC GD ની પસંદગી 5 સ્ટેપમાં થશે:
- Computer Based Exam (CBE)
- PST – Physical Standard Test
- PET – Physical Efficiency Test
- Medical Test
- Document Verification
પરીક્ષા હિંદી, અંગ્રેજી અને 13 રિજનલ ભાષાઓમાં લેવામાં આવશે.
ખાસ ધ્યાનમાં રાખવાની વાતો
- SSF ની ભરતી આખા ભારતમાંથી થશે
- બાકી CAPFs માં State/UT મુજબ જગ્યાઓ
- બોર્ડર વિસ્તાર અને નક્સલ વિસ્તારો માટે અલગ કોટા
- Admit Card ક્યારેય પોસ્ટથી નહીં આવે—ફક્ત ઓનલાઇન
- અપડેટ માટે ssc.gov.in અને CRPF ની સાઇટ નિયમિત તપાસતા રહેવું










