ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC)ની બોર્ડ પરીક્ષાનું ટાઇમટેબલ થોડા દિવસ પહેલા જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ 4 માર્ચ, 2026ના રોજ ધુળેટીની જાહેર રજા હોવા છતાં પરીક્ષાનું આયોજન કરાતા રાજ્યભરના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે મૂંઝવણ ફેલાઈ હતી. Gujarat Board exam time table 2026
ધુળેટીની રજાના કારણે પેપરની તારીખ બદલાઈ
સરકારે જાહેર કરેલા 2026ના હોલિડે લિસ્ટ પ્રમાણે 4 માર્ચ, 2026 (બુધવાર)ના રોજ ધુળેટીની રજા છે. છતાંય GSEBએ આ દિવસે SSC અને HSC બંનેના મહત્વના પેપર રાખ્યાં હતાં.
વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા થયેલી રજૂઆતો બાદ બોર્ડે આખરે આ દિવસનો પેપર બદલવાની જાહેરાત કરી દીધી છે.
હવે આ તારીખે લેવાશે પરીક્ષા — નવી તારીખો જાહેર
રદ કરાયેલ 4 માર્ચ, 2026નાં પેપર હવે નીચે મુજબ નવી તારીખે લેવાશે:
| ધોરણ | નવી તારીખ | વિષય |
|---|---|---|
| ધોરણ 10 | 18 માર્ચ, 2026 | સામાજિક વિજ્ઞાન |
| ધોરણ 12 (General Stream) | 16 માર્ચ, 2026 | નામાના મૂળતત્ત્વો |
| ધોરણ 12 (Science Stream) | 7 માર્ચ, 2026 | જીવવિજ્ઞાન |
બોર્ડ તરફથી મહત્વની સૂચના
- શિક્ષણ બોર્ડે પરિપત્ર જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે:
- 4 માર્ચ, 2026નો કોઈપણ પેપર હવે નહીં લેવાય
- તમામ વિદ્યાર્થીઓએ નવી તારીખો પ્રમાણે તૈયારી કરવી
- શાળાઓ અને વાલીઓએ પણ આ ફેરફારની નોંધ લેવી જરૂરી
કેમ થયો ટાઇમટેબલમાં ફેરફાર?
- ગુજરાત સરકારના હૉલિડે લિસ્ટ 2026 મુજબ 4 માર્ચે ધુળેટી
- બોર્ડે ભૂલથી એ દિવસે પરીક્ષા રાખી
- વાલીઓ, વિદ્યાર્થીઓ અને શાળાઓની રજૂઆત બાદ નિર્ણય પાછો ખેંચાયો
હવે આ નવી તારીખે લેવાશે પરીક્ષા
બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સુધારેલા સમયપત્રક મુજબ:
| ધોરણ | વિષય | જૂની તારીખ | નવી તારીખ |
|---|---|---|---|
| SSC ધોરણ 10 | સામાજિક વિજ્ઞાન | 04/03/2026 | 18/03/2026 |
| HSC General | નામાના મૂળતત્ત્વો (154) | 04/03/2026 | 19/03/2026 |
| HSC General | સમાજશાસ્ત્ર–મનોવિજ્ઞાન–અર્થશાસ્ત્ર વગેરે | 04/03/2026 | 19/03/2026 |
| HSC General | પદાર્થવિજ્ઞાન–ગણિતશાસ્ત્ર | 04/03/2026 | 19/03/2026 |
| HSC Science | જીવવિજ્ઞાન (046) | 04/03/2026 | 16/03/2026 |
| HSC Sanskrit | સામાજિક વિજ્ઞાન (403) | 04/03/2026 | 16/03/2026 |
| HSC Sanskrit | સમાજશાસ્ત્ર (903) | 04/03/2026 | 16/03/2026 |










