જમ્મુ-કાશ્મીરમાં બરફનો ભારે વરસાદ વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત…

Vaishno Devi Yatra update today

Vaishno Devi Yatra update today જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષા ચાલુ રહેતા રોજિંદા જીવન પર ગંભીર અસર પડી છે. હવામાન અચાનક બગડતા અધિકારીઓએ સાવચેતીના પગલાં લીધા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષા કારણોસર કટરા સ્થિત માતા વૈષ્ણોદેવી મંદિરની યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે.

અધિકારીઓએ શુક્રવારે (23 જાન્યુઆરી) જણાવ્યું હતું કે કટરા અને આસપાસના વિસ્તારોમાં મોસમનો પહેલો ભારે વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. સતત બદલાતા હવામાનને કારણે યાત્રાળુઓની સલામતી જોખમમાં મુકાઈ શકે તેવું લાગી આવતા યાત્રા રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

યાત્રાળુઓને કટરા ખાતે રોકવામાં આવ્યા

સુરક્ષા કારણોસર માતા રાણીના ભક્તોને કટરા ખાતે જ રોકવામાં આવ્યા છે. NDTV અનુસાર, આગામી સૂચના સુધી બેઝ કેમ્પથી મંદિર તરફ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે યાત્રાળુઓની સલામતી સર્વોપરી છે અને હવામાન સુધરતાં જ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે.

બરફથી ઢંકાયું વૈષ્ણોદેવી મંદિર, માર્ગો જોખમી બન્યા

ત્રિકુટા પર્વતોની ટોચ પર સ્થિત શ્રી માતા વૈષ્ણોદેવી મંદિર તાજા બરફથી સંપૂર્ણ રીતે ઢંકાઈ ગયું છે. ગુરુવારે સાંજથી ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ હતી, જે શુક્રવારે પણ ચાલુ રહી. બરફના કારણે યાત્રા માર્ગો લપસણા બની ગયા છે. સોશિયલ મીડિયા અને સમાચાર એજન્સીઓ દ્વારા શેર કરાયેલા દૃશ્યોમાં મંદિર અને યાત્રા માર્ગો સફેદ બરફની ચાદરમાં ઢંકાયેલા જોવા મળે છે.

રસ્તા બંધ, શાળાઓને રજા

ભારે હિમવર્ષા અને વરસાદને કારણે અનેક વિસ્તારોમાં બરફ જમા થઈ ગયો છે. પરિણામે જમ્મુ–શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક સ્થગિત કરાયો હતો. પ્રતિકૂળ હવામાનને પગલે જમ્મુ અને કાશ્મીરના પહાડી જિલ્લાઓમાં શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment