8મા Pay Commission પહેલા જ મોટો ઝટકો! પગાર અને પેન્શનમાં 20% વધારો – RBI અને વીમા કર્મચારીઓને સીધો લાભ?

8th Pay Commission

ક્યારેક એવું લાગે છે ને કે મહેનત તો વર્ષોથી કરી રહ્યા છીએ, પણ મહિને મળતી રકમ જાણે ત્યાંની ત્યાં જ અટકી ગઈ છે? દવાઓ મોંઘી, ઘરના ખર્ચા વધી ગયા, અને પેન્શન પર જીવતા માતા-પિતાની ચિંતા અલગ. આવી સ્થિતિમાં જો અચાનક ખબર આવે કે સરકાર પગાર અને પેન્શનમાં વધારો કરી રહી છે, તો દિલને થોડી રાહત મળે છે. wage revision for PSGICs NABARD and pension hike for RBI retirees

અને હા, એવી જ રાહતભરી ખબર આવી છે. 8મા પગાર આયોગ (8th Pay Commission)ની રાહ જોતા લાખો કર્મચારીઓ અને પેન્શનર્સ માટે કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. RBI, NABARD અને સરકારી વીમા કંપનીઓના કર્મચારીઓ તેમજ પેન્શનર્સની સેલરી અને પેન્શનમાં નોંધપાત્ર વધારો મંજૂર થયો છે.

8મા પગાર આયોગ પહેલાં સરકારે આ નિર્ણય કેમ લીધો?

8મા પગાર આયોગની ચર્ચા તો ઘણા સમયથી ચાલી રહી છે, પણ હકીકત એ છે કે તેમાં હજી સમય લાગી શકે. ત્યાં સુધીમાં કર્મચારીઓ અને પેન્શનર્સ પર મોંઘવારીનો ભાર ઓછો થાય, એ માટે સરકારે પહેલ કરી છે.

આ નિર્ણયથી માત્ર નોકરી કરતા કર્મચારીઓ નહીં, પરંતુ પેન્શન પર જીવતા વડીલો અને પરિવારિક પેન્શન મેળવનારા લોકોને પણ સીધો ફાયદો થશે. એટલે કે આ પગલું માત્ર આંકડાનું નથી, જીવનની હકીકતને સમજતું છે.

PSGIC કર્મચારીઓની સેલરીમાં કેટલો વધારો થયો?

સરકારી સામાન્ય વીમા કંપનીઓ, જેને PSGICs કહેવામાં આવે છે, તેમના કર્મચારીઓ માટે પગાર સુધારો 1 ઓગસ્ટ 2022થી લાગુ થયો છે. કુલ પગાર બિલમાં લગભગ 12.41% નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે.

આમાં હાલના મૂળ પગાર અને મહંગાઈ ભથ્થા પર વધારાનો સમાવેશ થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે 1 એપ્રિલ 2010 પછી જોડાયેલા કર્મચારીઓ માટે NPS યોગદાન 10%થી વધારીને 14% કરવામાં આવ્યું છે. આનો અર્થ એ થાય છે કે આવતીકાલની પેન્શન હવે થોડું વધુ સુરક્ષિત બનશે.

PSGIC પરિવારિક પેન્શનર્સ માટે શું બદલાયું?

ઘણાં પરિવારો એવા હોય છે જ્યાં કમાવનાર વ્યક્તિ પછી પરિવાર માત્ર પેન્શન પર નિર્ભર રહે છે. સરકારએ આ વાતને સમજીને PSGIC પરિવારિક પેન્શનર્સ માટે પેન્શન 30%ની સમાન દરે વધારવાનો નિર્ણય લીધો છે.

આ ફેરફારથી અંદાજે 14,615 પરિવારિક પેન્શનર્સને સીધો લાભ મળશે. એટલે કે હવે દર મહિને થોડી વધુ રકમ ઘરમાં આવશે, જે દવાઓ, ઘરખર્ચ અને જરૂરી જરૂરિયાતોમાં મદદરૂપ થશે.

કઈ સરકારી વીમા કંપનીઓના કર્મચારીઓને લાભ મળશે?

આ પગાર અને પેન્શન સુધારાનો લાભ નેશનલ ઈન્શ્યોરન્સ, ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ, ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ, યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ, જનરલ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને એગ્રીકલ્ચરલ ઈન્શ્યોરન્સ કંપની સાથે જોડાયેલા કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે.

NABARD કર્મચારીઓ અને પેન્શનર્સ માટે કેટલો ફાયદો?

NABARDમાં કામ કરતા ગ્રુપ A, B અને Cના કર્મચારીઓ માટે 1 નવેમ્બર 2022થી લાગુ થતો લગભગ 20%નો પગાર વધારો મંજૂર થયો છે. આ વધારો માત્ર પગારમાં નહીં, પરંતુ ભથ્થાઓમાં પણ લાગુ પડશે.

સાથે સાથે, NABARDના એવા નિવૃત્ત કર્મચારીઓ, જે 1 નવેમ્બર 2017 પહેલાં નિવૃત્ત થયા હતા, તેમની પેન્શન હવે પૂર્વ-RBI NABARD નિવૃત્ત કર્મચારીઓની સમકક્ષ કરી દેવામાં આવી છે. એટલે કે જૂના પેન્શનર્સ માટે પણ ન્યાય થયો છે.

RBI પેન્શનર્સ માટે શું બદલાયું?

RBIના નિવૃત્ત કર્મચારીઓ અને પરિવારિક પેન્શનર્સ માટે પણ સરકારે પેન્શન સુધારાને મંજૂરી આપી છે. 1 નવેમ્બર 2022થી મૂળ પેન્શન અને મહંગાઈ ભથ્થા પર 10%નો વધારો લાગુ થશે.

આ સુધારાથી RBI પેન્શનર્સની મૂળ પેન્શનમાં 1.43ના ફેક્ટરથી અસરકારક વધારો થશે. લાંબા સમયથી રાહ જોઈ રહેલા પેન્શનર્સ માટે આ નિર્ણય ખૂબ જ રાહતદાયક છે.

Join WhatsApp

Join Now

Leave a Comment