Padma Awards 2026 સરકારે પદ્મ પુરસ્કાર 2026ની જાહેરાત કરી છે. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જાહેર થયેલી પ્રારંભિક યાદીમાં કલા, સાહિત્ય, રમતગમત, વિજ્ઞાન અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર હસ્તીઓના નામ સામેલ છે. padma vibhushan 2026 list
2026 માં કેટલા પદ્મ પુરસ્કારો આપવામાં આવશે?
આ વર્ષે કુલ 131 વ્યક્તિઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. જેમાં
- 5 લોકોને પદ્મ વિભૂષણ
- 13 લોકોને પદ્મ ભૂષણ
- 113 લોકોને પદ્મશ્રી આપવામાં આવશે.
ધર્મેન્દ્ર સહિત 5 હસ્તીઓને પદ્મ વિભૂષણ 2026 માં કેટલા પદ્મ વિભૂષણ એવોર્ડ આપવામાં આવશે? padma vibhushan 2026 list
અભિનેતા ધર્મેન્દ્રને કલા ક્ષેત્રે યોગદાન માટે પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવશે.
આ ઉપરાંત ,
- વી. એસ. અચ્યુતાનંદન – સામાજિક કાર્ય (મરણોત્તર)
- કે. ટી. થોમસ (કેરળ) – સામાજિક કાર્ય
- ધર્મેન્દ્ર
- પી. નારાયણન – સાહિત્ય અને શિક્ષણ
- એન. રાજમ (ઉત્તર પ્રદેશ) – કલા ને પણ પદ્મ વિભૂષણ માટે પસંદ કરવામાં આવ્યા છે.
પ્રજાસત્તાક દિવસે થાય છે જાહેરાત
પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાં છે. 1954થી દર વર્ષે પ્રજાસત્તાક દિવસે આ પુરસ્કારો જાહેર કરવામાં આવે છે. કલા, સાહિત્ય, રમતગમત, ચિકિત્સા, સમાજ સેવા, વિજ્ઞાન, જાહેર સેવા અને ઉદ્યોગ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને આ સન્માન આપવામાં આવે છે.
ક્રિકેટ અને બોલિવૂડનો દબદબો
રમતગમત ક્ષેત્રમાંથી
- રોહિત શર્મા,
- હરમનપ્રીત કૌર,
- સવિતા પુનિયા ને પદ્મ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે.
જ્યારે બોલિવૂડમાંથી
- પ્રખ્યાત ગાયિકા અલ્કા યાજ્ઞિક,
- દિગ્ગજ અભિનેતા મમ્મૂટી ને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે.
આ ઉપરાંત, ઉદ્યોગપતિ ઉદય કોટકને પણ પદ્મ ભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત માટે ગૌરવની વાત
આ વર્ષે પાંચ ગુજરાતી હસ્તીઓને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે.
- સુરતના નિલેશ માંડલેવાલા – અંગદાન જાગૃતિ માટે
- ઢોલક કલાકાર હાજી કાસમ મીર (હાજી રમકડું)
- વડોદરાના ધાર્મિકલાલ પંડ્યા – 350 વર્ષ જૂની માણભટ્ટ પરંપરા માટે
- સાહિત્યકાર રતિલાલ બોરિસાગર
- કળાક્ષેત્રમાં યોગદાન માટે અરવિંદ વૈદ્ય











