Maharashtra Plane Crash Updates Ajit Pawar plane crash મહારાષ્ટ્રના બારામતી વિસ્તારમાં આજે સવારથી એક મોટા અકસ્માતને લઈને ચર્ચા તેજ બની છે. પ્રાથમિક અહેવાલો મુજબ, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર જે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા તે વિમાન બારામતી એરસ્ટ્રિપ પર લેન્ડિંગ સમયે અકસ્માતગ્રસ્ત થયું હોવાની માહિતી સામે આવી છે.
પ્રારંભિક જાણકારી અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે વિમાન લેન્ડિંગની પ્રક્રિયામાં હતું. કહેવાય છે કે અજિત પવાર આજે બારામતીમાં જિલ્લા પરિષદની ચૂંટણીને લઈ યોજાનારી એક જાહેર સભામાં હાજરી આપવા જઈ રહ્યા હતા. એ જ દરમિયાન વિમાન સાથે અચાનક દુર્ઘટના થઈ હોવાના અહેવાલો મળ્યા છે. Ajit Pawar plane crash, Ajit Pawar breaking news, Baramati news today, Maharashtra big accident,
ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં એરસ્ટ્રિપ નજીક હલચલ અને ઇમરજન્સી સ્થિતિ જોવા મળે છે. જોકે, આ વીડિયોની અધિકૃત રીતે હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી.
હાલ સુધી અજિત પવારની સ્થિતિ વિશે કોઈ સત્તાવાર નિવેદન બહાર પડ્યું નથી. પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ તરફથી વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.
રાજ્ય સરકાર અને એનસિપિ તરફથી સત્તાવાર સ્પષ્ટતા આવવાની રાહ જોવામાં આવી રહી છે. ત્યા સુધી આ મામલે મળતી માહિતી અપુષ્ટ અને પ્રાથમિક અહેવાલો પર આધારિત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.













