UGC પર સૌથી મોટા સમાચાર: સુપ્રીમ કોર્ટે નવા UGC નિયમો પર સ્ટે મૂક્યો

UGC New Rules

UGC New Rules Hearing in SC UGCના નવા નિયમો સામે દાખલ થયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપતાં UGCના નવા નિયમો પર તાત્કાલિક રોક (સ્ટે) લગાવી દીધી છે. સાથે જ કેન્દ્ર સરકારને આ નિયમો અંગે જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. કેસની આગામી સુનાવણી 19 માર્ચે થશે.

આ મામલે ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જૉયમાલ્યા બાગચીની બેન્ચે સુનાવણી કરી.

કોર્ટનું મહત્વપૂર્ણ અવલોકન

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે UGCના નવા નિયમો અસ્પષ્ટ છે અને તેનો દુરુપયોગ થવાની શક્યતા છે. આ કારણે કોર્ટે નવા નિયમો પર રોક લગાવી છે.

કોર્ટના આદેશ અનુસાર 2012ના જૂના નિયમો ફરીથી લાગુ રહેશે.

2012ના નિયમો ફરી અમલમાં કેમ?

ચીફ જસ્ટિસ સૂર્યકાંતએ કહ્યું કે નવા રેગ્યુલેશનમાં વપરાયેલા શબ્દો એવા છે કે જેના આધારે ગેરઅર્થઘટન અને દુરુપયોગ થઈ શકે.
જસ્ટિસ બાગચીએ ટિપ્પણી કરતાં કહ્યું:

“જ્યારે 3E પહેલેથી જ અસ્તિત્વમાં છે, ત્યારે 2C કેવી રીતે યોગ્ય ઠરે?”

કોર્ટે સ્પષ્ટ કર્યું કે તેનો હેતુ ન્યાયસંગત અને સમાવેશક સમાજ જાળવવાનો છે.

કોર્ટની કડક ટિપ્પણીઓ

  • અરજદારના વકીલ વિષ્ણુ શંકર જૈનએ દલીલ કરી કે
  • UGC એક્ટની ધારા 3(C) અસંવિધાનિક છે
  • આ નિયમ માત્ર એવી ધારણાએ આધારિત છે કે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ ભેદભાવ કરે છે

આ મુદ્દે CJI સૂર્યકાંતએ જણાવ્યું:

“અમે માત્ર આ જોગવાઈઓની કાનૂની વૈધતા અને સંવિધાનિકતાની જ તપાસ કરી રહ્યા છીએ.”

રેગિંગ મુદ્દે પણ ચિંતા

સુનાવણી દરમિયાન રેગિંગ મુદ્દે બોલતાં CJIએ કહ્યું કે
દક્ષિણ ભારત કે ઉત્તરપૂર્વમાંથી આવતા વિદ્યાર્થીઓ પોતાની સંસ્કૃતિ સાથે આવે છે, પરંતુ ઘણી વખત તેમને લઈને અપમાનજનક ટિપ્પણીઓ થાય છે.

Join WhatsApp

Join Now

Leave a Comment