ગુજરાતના પશુપાલકો માટે પશુધન વીમા સહાય યોજના 2026 શરૂ. પશુ વીમા પ્રીમિયમ પર 85% સહાય મળશે. લાયકાત, લાભ અને અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી જાણો. pashu bima yojana gujarat
ગુજરાતના પશુપાલકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં રહેલી પશુધન વીમા સહાય યોજના 2026 હેઠળ પશુપાલકોને પશુ વીમા પ્રીમિયમમાં 85 ટકા સુધીની સહાય આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય હેતુ પશુઓના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં પશુપાલકોને આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે.
પશુપાલન ઘણા પરિવારો માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે. આવી સ્થિતિમાં જો કોઈ ગાય અથવા ભેંસનું અચાનક મૃત્યુ થાય તો પશુપાલકને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પશુ વીમા પ્રીમિયમ પર સહાય આપવામાં આવે છે.
પશુધન વીમા સહાય યોજના 2026 મુખ્ય હેતુ
પશુના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં પશુપાલકને વીમા રકમ મળી રહે જેથી તે નવું પશુ ખરીદી ફરીથી પોતાનો વ્યવસાય ચાલુ રાખી શકે. આ યોજના પશુપાલકોને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે.
પશુધન વીમા સહાય યોજના 2026 સહાયનું ધોરણ
નેશનલ લાઈવસ્ટોક મિશન (NLM) હેઠળ પશુ વીમા પ્રીમિયમની કુલ રકમમાંથી 85 ટકા સહાય કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
- સરકારની સહાય: 85%
- પશુપાલકનો ફાળો: માત્ર 15%
આથી પશુપાલકો ખૂબ જ ઓછા ખર્ચે પોતાના પશુઓનો વીમો કરાવી શકશે.
પશુધન વીમા સહાય યોજના 2026 કોણ લાભ લઈ શકે?
યોજનાનો લાભ નીચે મુજબના લાભાર્થીઓને મળશે:
- ગાય અને ભેંસ વર્ગના પશુપાલકો
- 1 થી 3 વેતરના પશુઓ
- મહત્તમ 10 પશુઓ સુધી સહાયનો લાભ
પશુધન વીમા સહાય યોજના 2026 અરજી કેવી રીતે કરવી?
પશુપાલકો iKhedut Portal મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે.
અરજી પ્રક્રિયા:
- iKhedut Portal પર ઓનલાઈન અરજી કરો.
- અરજીની પ્રિન્ટ કાઢીને સહી કરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- અથવા અરજી કર્યા બાદ 7 દિવસની અંદર નજીકના પશુ દવાખાને જરૂરી દસ્તાવેજો સાથે અરજી જમા કરાવો.
મહત્વપૂર્ણ નોંધ
સરકાર દ્વારા વીમા પ્રીમિયમની 85 ટકા રકમ સીધી વીમા કંપનીને ચૂકવવામાં આવશે. પસંદ થયેલા અરજદારે પોતાના ભાગે આવતી 15 ટકા પ્રીમિયમ રકમ વીમા કંપની અથવા તેના અધિકૃત પ્રતિનિધિને જમા કરાવવાની રહેશે. ત્યારબાદ વીમા પોલિસી મેળવી શકાશે.










