હવે WhatsApp પરથી બનશે આયુષ્માન કાર્ડ! કેન્દ્ર સરકારે લોન્ચ કરી 5 નવી સેવાઓ

ayushman card whatsapp number

નવી દિલ્હી: દેશની આરોગ્ય સેવાઓને વધુ સરળ, ઝડપી અને ડિજિટલ બનાવવા માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી Jagat Prakash Nadda (જે.પી. નડ્ડા) એ આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) હેઠળ પાંચ નવી ડિજિટલ પહેલો શરૂ કરી છે. તેમાં eSushrut@Clinic, Drug Registry, Aarogya Setu 2.0, Ayushman Sarathi WhatsApp Chatbot અને Unified Health Interface (UHI)નો સમાવેશ થાય છે. ayushman card whatsapp number

WhatsApp પરથી હવે મળશે આયુષ્માન કાર્ડની સુવિધા

નવી શરૂ કરાયેલ Ayushman Sarathi WhatsApp Chatbot દ્વારા હવે લાભાર્થીઓ 24×7 અનેક સેવાઓનો લાભ લઈ શકશે. તેમાં: આયુષ્માન કાર્ડ માટે ‘માસ્ટર આયુષ્માન’ વોટ્સએપ ચેટબોટ નંબર 98689-14555 છે. આ નંબર પર “હાય” મોકલીને, તમે આયુષ્માન ભારત (PM-JAY) યોજના સંબંધિત પાત્રતા અથવા માહિતી સંબંધિત કોઈપણ સમસ્યાઓ અથવા પૂછપરછનું નિરાકરણ લાવી શકો છો.

  • આયુષ્માન યોજનાની પાત્રતા ચકાસવી
  • નવું આયુષ્માન કાર્ડ બનાવવું
  • આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવું
  • આધાર લિંક કરવું
  • સારવારનો ઇતિહાસ જોવો
  • વોલેટ બેલેન્સ તપાસવું
  • નજીકની પેનલ હોસ્પિટલ શોધવી
  • ફરિયાદ નોંધાવવી
  • હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ ફીડબેક આપવો

eSushrut@Clinic શું છે?

આ એક ક્લાઉડ આધારિત હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમ છે, જે ખાસ કરીને નાના ક્લિનિક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો માટે તૈયાર કરવામાં આવી છે.

આ પ્લેટફોર્મ દ્વારા:

  • દર્દીનું ઓનલાઈન રજીસ્ટ્રેશન
  • બિલિંગ
  • ક્લિનિકલ રેકોર્ડ
  • સ્પીચ-ટુ-ટેક્સ્ટ સુવિધા
  • રિપોર્ટિંગ

જેવી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે. હાલમાં દેશના 800થી વધુ આરોગ્ય કેન્દ્રો આ સિસ્ટમ સાથે જોડાઈ ચૂક્યા છે.

Drug Registryથી મળશે દવાઓની સાચી માહિતી

નવી Drug Registry દેશમાં દવાઓનું પ્રમાણભૂત ડિજિટલ ડેટાબેઝ બનશે. તેમાં હાલમાં:

  • 1.23 લાખથી વધુ બ્રાન્ડેડ દવાઓ
  • 10 હજારથી વધુ જનરિક દવાઓ
  • લગભગ 29 હજાર દવા ઘટકો

નો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી દવાઓ અંગેની ગેરસમજ અને ભૂલો ઘટાડવામાં મદદ મળશે.

Aarogya Setu 2.0 હવે બનશે પર્સનલ હેલ્થ એપ

કોરોના દરમિયાન લોકપ્રિય બનેલી Aarogya Setu એપ હવે નવા સ્વરૂપમાં ઉપલબ્ધ થશે. તેમાં વપરાશકર્તાઓને મળશે:

  • ABHA હેલ્થ એકાઉન્ટ બનાવવાની સુવિધા
  • મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રીતે સ્ટોર કરવું
  • AI દ્વારા રિપોર્ટ અપલોડ
  • સ્માર્ટવોચથી હેલ્થ મોનિટરિંગ
  • દવાની રિમાઈન્ડર
  • PM-JAY સેવાઓનો લાભ
  • બ્લડ, એમ્બ્યુલન્સ અને નજીકની આરોગ્ય સુવિધાઓની માહિતી

Join WhatsApp

Join Now

Leave a Comment