ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ગ-3ની કુલ 41 જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર કચેરી, ગાંધીનગર હેઠળની કચેરીઓ માટે કરવામાં આવી રહી છે. Gsssb ojas bharti 2026 apply online
આ ભરતીમાં સંશોધન મદદનીશની 18 જગ્યાઓ અને આંકડા મદદનીશની 23 જગ્યાઓ ભરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારો OJAS વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે.
GSSSB Recruitment 2026માં કેટલી જગ્યાઓ?
GSSSBની આ ભરતીમાં કુલ 41 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
- સંશોધન મદદનીશ: 18 જગ્યાઓ
- આંકડા મદદનીશ: 23 જગ્યાઓ
- કુલ જગ્યાઓ: 41
GSSSB ભરતી માટે અરજીની છેલ્લી તારીખ
આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 9 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો 23 સપ્ટેમ્બર 2026ની રાત્રે 11:59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
ઉમેદવારોએ છેલ્લી તારીખની રાહ જોયા વગર સમયસર અરજી પૂર્ણ કરી દેવી યોગ્ય રહેશે.
કેટલો મળશે પગાર?
આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને શરૂઆતના પાંચ વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવશે.
સંશોધન મદદનીશના પદ માટે પસંદ થયેલા ઉમેદવારને દર મહિને ₹49,600 ફિક્સ પગાર મળશે, જ્યારે આંકડા મદદનીશના પદ માટે દર મહિને ₹40,800 ફિક્સ પગાર આપવામાં આવશે.
પાંચ વર્ષ દરમિયાન ઉમેદવારની સેવા સંતોષકારક રહે તો સરકારના નિયમો મુજબ નિયમિત પગારધોરણમાં નિમણૂક મળવાપાત્ર રહેશે.
શૈક્ષણિક લાયકાત શું છે?
GSSSBની આ ભરતીમાં બંને સંવર્ગ માટે ઉમેદવાર પાસે સંબંધિત વિષયમાં જરૂરી શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ.
ઉમેદવાર પાસે સંબંધિત વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા નીચેના પૈકીના વિષયને મુખ્ય વિષય તરીકે લઈને બેચલર ડિગ્રી ધરાવતા હોવા જોઈએ:
- સ્ટેટિસ્ટિક્સ
- એપ્લાઇડ સ્ટેટિસ્ટિક્સ
- મેથેમેટિકલ સ્ટેટિસ્ટિક્સ
- બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ
- ઇકોનોમિક્સ
- એપ્લાઇડ ઇકોનોમિક્સ
- બિઝનેસ ઇકોનોમિક્સ
- ઇકોનોમેટ્રિક્સ
- મેથેમેટિક્સ
- એપ્લાઇડ મેથેમેટિક્સ
- એડવાન્સ્ડ સ્ટેટિસ્ટિક્સ
આ ઉપરાંત ઉમેદવારને કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી છે. સાથે ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન પણ જરૂરી છે.
ઉંમર મર્યાદા
ઉમેદવારની ઉંમર 23 સપ્ટેમ્બર 2026ના રોજ 18 વર્ષથી ઓછી અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ અનામત કેટેગરી સહિત પાત્ર ઉમેદવારોને ઉંમર મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
GSSSB ભરતી માટે અરજી કેવી રીતે કરવી?
GSSSB Recruitment 2026 માટે ઉમેદવારોએ OJAS વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અરજી કરવાની સામાન્ય પ્રક્રિયા નીચે મુજબ છે:
- સૌપ્રથમ OJASની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- Online Application વિકલ્પ પસંદ કરો.
- ત્યારબાદ Apply પર ક્લિક કરો.
- વિભાગમાં GSSSB પસંદ કરો.
- જાહેરાત ક્રમાંક 457/2026-27 પસંદ કરો.
- ઉમેદવારની વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો.
- અરજી નંબર મેળવો.
- જરૂરી ફોટો અને સહી અપલોડ કરો.
- અરજીને અંતિમ રીતે Confirm કરો.
- મળેલ Confirmation Number સાચવી રાખો.
- ભવિષ્યના ઉપયોગ માટે અરજીનું પ્રિન્ટઆઉટ કાઢી રાખો.
ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું
અરજી કરતા પહેલા ઉમેદવારોએ GSSSB દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર ભરતી જાહેરાત અને તમામ નિયમો ધ્યાનપૂર્વક વાંચવા જોઈએ. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, કેટેગરી મુજબની છૂટછાટ, અરજી ફી અને અન્ય શરતો અંગેની અંતિમ માહિતી સત્તાવાર નોટિફિકેશનમાં તપાસવી જરૂરી છે.
સરકારી નોકરીની તૈયારી કરી રહેલા અને ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ ભરતી મહત્વની તક બની શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 23 સપ્ટેમ્બર 2026 હોવાથી ઉમેદવારોએ સમયસર ઓનલાઈન ફોર્મ ભરવું જોઈએ.













