GSSSB Recruitment 2026: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા વર્ગ-3 (ગ્રુપ A અને ગ્રુપ B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો OJAS વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે. અરજી પ્રક્રિયા 5 નવેમ્બર 2026થી શરૂ થશે. ઉમેદવારોએ અરજી કરતા પહેલાં શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અરજીની પ્રક્રિયા વિશેની વિગતો જાણી લેવી જરૂરી છે. GSSSB CCE Recruitment 2026
GSSSB CCE Recruitment 2026: ભરતીની મુખ્ય વિગતો
| વિગતો | માહિતી |
|---|---|
| ભરતી સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| ભરતીનું નામ | વર્ગ-3 ગ્રુપ A અને ગ્રુપ B |
| પરીક્ષાનું નામ | સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા |
| ભરતીનો પ્રકાર | સીધી ભરતી |
| અરજીનો પ્રકાર | ઓનલાઈન |
| અરજી શરૂ તારીખ | 05 નવેમ્બર 2026 |
| અરજીની છેલ્લી તારીખ | 30 નવેમ્બર 2026 |
| અરજીની વેબસાઈટ | OJAS Gujarat |
મહત્વપૂર્ણ તારીખો
GSSSB દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરાત મુજબ ઉમેદવારો નીચેની તારીખો દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે.
- ઓનલાઈન અરજી શરૂ: 05/11/2026 બપોરે 2:00 વાગ્યાથી
- ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ: 30/11/2026 રાત્રે 11:59 વાગ્યા સુધી
ઉમેદવારોએ છેલ્લી તારીખની રાહ જોયા વગર સમયસર અરજી કરવાની રહેશે.
શૈક્ષણિક લાયકાત
GSSSB વર્ગ-3 ગ્રુપ A અને ગ્રુપ B ભરતી માટે ઉમેદવાર પાસે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે.
- ઉમેદવાર માન્ય યુનિવર્સિટી અથવા સરકાર દ્વારા માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતક (Graduation) ની પદવી ધરાવતો હોવો જોઈએ.
- ઉમેદવારને કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જરૂરી છે.
- ઉમેદવારને ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
વયમર્યાદા કેટલી હોવી જોઈએ?
આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 30 નવેમ્બર 2026ના રોજ ગણવામાં આવશે.
- લઘુત્તમ વયમર્યાદા: 20 વર્ષ
- મહત્તમ વયમર્યાદા: 35 વર્ષ

સરકારી નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારો, મહિલા ઉમેદવારો, દિવ્યાંગ ઉમેદવારો અને માજી સૈનિકોને નિયત નિયમો અનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
GSSSB CCC ગ્રુપ A

GSSSB CCCગ્રુપ B

OTR રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી
GSSSB ભરતી માટે અરજી કરતા પહેલાં ઉમેદવારોએ OJAS વેબસાઈટ પર One Time Registration (OTR) કરાવવું જરૂરી છે.
જે ઉમેદવારોએ અગાઉ OTR રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તેમણે સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જ ભરતીનું અરજીપત્રક ભરવાનું રહેશે.
GSSSB CCE Recruitment 2026 SALARY : પગાર

GSSSB ભરતી માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
ઉમેદવારો નીચે આપેલી પ્રક્રિયા અનુસરીને ઓનલાઈન અરજી કરી શકશે.
- સૌપ્રથમ OJAS ગુજરાતની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in ખોલો.
- ત્યારબાદ ભરતી વિભાગમાં GSSSB વર્ગ-3 ગ્રુપ A અને ગ્રુપ B ભરતીની જાહેરાત શોધો.
- જાહેરાતમાં આપેલી તમામ સૂચનાઓ ધ્યાનથી વાંચો.
- OTR રજિસ્ટ્રેશન પૂર્ણ કરો.
- ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરો.
- જરૂરી વિગતો અને દસ્તાવેજોની માહિતી ચકાસો.
- અરજી સબમિટ કરીને કન્ફર્મેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
- ભવિષ્યના ઉપયોગ માટે અરજીની પ્રિન્ટ અથવા PDF સાચવી રાખો.
GSSSB CCE Recruitment 2026 પરીક્ષા પદ્ધતિ:
- તબક્કો-૧ (પ્રાથમિક): ૧૫૦ ગુણની MCQ ટેસ્ટ (ગ્રુપ-A અને B બંને માટે સંયુક્ત).
- તબક્કો-૨ (મુખ્ય પરીક્ષા): ગ્રુપ-A માટે વર્ણનાત્મક (Descriptive) અને ગ્રુપ-B માટે MCQ પદ્ધતિ.
સત્તાવાર વેબસાઈટ અને જાહેરાત
- ઓનલાઈન અરજી: https://ojas.gujarat.gov.in
- GSSSB pdf સત્તાવાર : pdf
નિષ્કર્ષ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી વર્ગ-3 ગ્રુપ A અને ગ્રુપ B ભરતી સરકારી નોકરી મેળવવા ઇચ્છતા સ્નાતક ઉમેદવારો માટે મહત્વપૂર્ણ તક છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ 5 નવેમ્બરથી 30 નવેમ્બર 2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.












