Banaskantha Jilla Panchayat Bharti :તમે પણ જિલ્લા પંચાયતમાં નોકરી કરવા માંગતા હોય તો આવી ગઈ છે બનાસકાંઠા જિલ્લા પંચાયત ભરતી Banaskantha Jilla Panchayat Bharti, બનાસકાંઠા જિલ્લા પંચાયત ભરતી બનાસકાંઠામાં રહેતા લોકો માટે ખૂબ જ સારા સમાચાર છે કારણ કે હાલમાં બી વિરુદ્ધ ક્યારે ચાલે છે તો લોકો રોજગારની શોધમાં હશે તો બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા એક થી જાહેર કરવામાં આવી છે તો તમે જાણી શકો છો કે આ ભરતીમાં અરજી કેવી રીતે કરવી કેટલી જગ્યા હશે જેને સંપૂર્ણ માહિતી અને નીચે દ્વારા આપેલ છે તો તમે આ આર્ટીકલ વાંચીને માહિતી મેળવી શકો છો
બનાસકાંઠા જિલ્લા પંચાયત ભરતી માટે મહત્વની માહિતી
સંસ્થા | બનાસકાંઠા જિલ્લા પંચાયત |
પોસ્ટ | કાયદા સલાહકાર |
જગ્યા | 2 |
નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
વય મર્યાદા | મહત્તમ 50 વર્ષ |
એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાત બહાર પડ્યાના 15 દિવસની અંદર |
ફોર્મ ડાઉનલોડ કરવા માટે | http://banaskanthadp.gujarat.gov.in |
બનાસકાંઠા જિલ્લા પંચાયત ભરતી માટે પોસ્ટની માહિતી
બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા જાહેર કરવામાં આવેલ જિલ્લા પંચાયતની ભરતી માટે 2 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવેલ છે તો તે ભરતી 11 માસના કરાર આધારિત જેવી ઉમેદવારો નોકરી કરવા માગતા હોય તે સમયસર અરજી કરી શકે છે
બનાસકાંઠા જિલ્લા પંચાયત ભરતી માટેની શૈક્ષણિક લાયકાત નીચે મુજબ છે:
- કાયદાની ડિગ્રી: ઉમેદવારો પાસે ભારતની માન્ય યુનિવર્સિટીમાંથી કાયદાની સ્નાતક ડિગ્રી (LLB) હોવી જોઈએ.
- કાયદાની પ્રેક્ટિસની માન્યતા: કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા મેળવેલી હોવી જોઈએ.
- કમ્પ્યુટર જ્ઞાન: CCC+ સ્તરના કમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન આવશ્યક છે.
- અનુભવ: ઉમેદવારો પાસે ઓછામાં ઓછા 5 વર્ષનો સંબંધિત ક્ષેત્રમાં અનુભવ હોવો જોઈએ.
- બાર કાઉન્સિલ નોંધણી: ગુજરાત બાર કાઉન્સિલ અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં નોંધણી ફરજિયાત છે.
બનાસકાંઠા જિલ્લા પંચાયત ભરતી પગાર ધોરણ અને વય મર્યાદા
બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં જાહેર કરવામાં આવેલી ભરતી માટે જે ઉમેદવાર અરજી કરવા માંગે છે તેમની ઉંમર 50 વર્ષથી ઓછી હોવી જોઈએ અને પસંદગી પામેલ ઉમેદવારને 60 હજાર રૂપિયા પગાર આપવામાં આવશે
બનાસકાંઠા જિલ્લા પંચાયત ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે:
- અરજી પત્રક ડાઉનલોડ: ઉમેદવારો અરજી પત્રકનો નમૂનો તથા કરારની અન્ય વિગતો જિલ્લા પંચાયતની અધિકૃત વેબસાઇટ banaskanthadp.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકે છે.
- અરજી ભરવા: સંપૂર્ણ વિગતો સાથે ભરેલું અરજી પત્રક અને જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ જોડીને મોકલવું જરૂરી છે.
- મોકલવાની વિધિ: જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી 15 દિવસની અંદર, ઉમેદવારો તેમની અરજી “જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત, બનાસકાંઠા, પાલનપુર” ના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી. (Registered Post A.D.) દ્વારા મોકલી શકે છે.
- ડીમાન્ડ ડ્રાફ્ટ: અરજી સાથે, “જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠા” નામે ₹100 નો ડીમાન્ડ ડ્રાફ્ટ લગાવવો ફરજિયાત છે.