મધ્યમ વર્ગના આર્થિક પડકારો વિશે નિબંધ પુછાયો GPSCની મુખ્ય પરીક્ષામાં ‘મધ્યમ વર્ગની નોંધ’ લેવાઈ! ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી)ની ક્લાસ 1, 2ની 293 જગ્યાની ભરતીની મુખ્ય પરીક્ષાનો રવિવારથી પ્રારંભ થયો છે, જેમાં રવિવારે ગુજરાતી વિષયનું અને સોમવારે અંગ્રેજી વિષયનું પેપર હતું. ગુજરાતીના પેપરમાં યુવા પેઢીની વિશેષતા- મર્યાદાઓ અંગે તથા મધ્યમ વર્ગની સમસ્યાઓ- આર્થિક પડકારો અંગે નિબંધ પુછાયો હતો.
અંગ્રેજી વિષયમાં સોશિયલ મીડિયાની બાળકોના જીવન પર થતી અસર જેવા રસપ્રદ પ્રશ્નો પુછાયા હતા. જીપીએસસી તરફથી રવિવારે ગુજરાતી વિષયના 150 માર્કનું પ્રશ્નપત્ર પૂછાયું હતું. જ્યારે સોમવારે બપોરે 3થી 6 દરમ્યાન અંગ્રેજી વિષયનું પેપર હતું.જીપીએસસી ક્લાસ 1 અને ક્લાસ-2ની 293 પોસ્ટ પર ભરતી માટે 20થી 25 ઓક્ટોબર સુધી કુલ છ પ્રશ્નપત્રોની 900 ‘Middle class’ noticed in GPSC main exams!
ક્લાસ 1, 2ની 293 જગ્યા માટેની પરીક્ષાઓ શરૂ એજ્યુકેશન રિપોર્ટર ) અમદાવાદ 25 ઓક્ટોબર સુધી 900 માર્કનાં કુલ 6 પેપર લેવાશે જીપીએસસની ગુજરાતીના પરીક્ષામાં વર્ણનાત્મક પ્રશ્નોને આવરી લેતા પ્રશ્નપત્રના નિબંધમાં સાંપ્રત સામાજિક મુદાઓને વિશે ઉદાહરણ સહિત લખી શકાય એવા મુદાઓ પરના નિબંધ પુછાયા હતા આ ઉપરાંત સાંપ્રત યુવાપેઢીની વિશેષતાઓ અને મર્યાદાઓ વિશે, સાથે જ મધ્યમવર્ગ જ્યારે અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે ત્યારે મધ્યમવર્ગની સમસ્યાઓના આર્થિક પડકારોના ઉપાયો અંગે પણ નિબંધ પુછાયા હતા.) બ્રિજેશ પટેલ, યુપીએસસી-જીપીએસસી કોચિંગ એક્સપર્ટ
માર્કસની પરીક્ષા યોજાશે ગુજરાતી -અંગ્રેજી વિષયની કુલ 150 માર્કસની પરીક્ષાના એકંદરે પ્રશ્નો ઉમેદવારોએ કરેલી તૈયારી મુજબના પૂછાયા હોવાનું એકસપર્ટે જણાવ્યું હતું.