વાત છે સરહદ ને અડીને આવેલ વાવ તાલુકાના રાઘા નેસડા ગામની. જ્યાં છેલ્લા કેટલાય વર્ષોથી ગામ લોકો ભોગવવી રહ્યા છે હાલાકી. ગામમાં ના તો લાઈટ છે કે નાતો પીવા માટે પાણી, ચુંટણી આવે અને મોટા મોટા વાયદા આપીને વોટ લંઈ જતા નેતાઓ ના કારણે આમજનતા નું જીવન જીવવું મુશ્કેલ બન્યું છે .
વિકાસ ની મોટી મોટી વાતો કરતા અને ચુંટણી સમયે દેખાતા નેતાઓ કયારે કરશે વિકાસ. વાત છે વાવ તાલુકાના રાઘા નેસડા ગામની જ્યાં પીવા માટે પાણી ના વલખાં છે, બીજી તરફ શિક્ષણ માટે શાળા નથી,અજવાળા માટે લાઈટ નથી.. ગામલોકો. પ્રશ્ન એ કરી રહ્યા છે કે વિકાસ ની વાતો તો સરકાર કરે છે પણ વિકાસ ક્યાં કરે છે એ કાઈ ખબર પડતી નથી.
આ સમસ્યાને લંઈ લોકોએ નિવેદન આપ્યું હતું કે અમારી આ સમસ્યા દુર થશે તો અમે ચુંટણીમાં મતદાન કરીશું અથવા અમે ચુંટણીનો બહિષ્કાર કરીશું અને જો સરકાર આ સમસ્યાનુ નિવારણ નહીં લાવે તો લોકો એ ચુંટણી બહિષ્કાર ની ચીમકી ઉચ્ચારી હતી. શું તંત્ર દ્વારા લોકોની સમસ્યા દુર થશે કે પછી લોકો આમજ ઝઝુમતા રહેશે તે તો હવે આવનારો સમય જ બતાવશે..











