સુરતમાં ગેરકાયદેસર ચાલતું કુટણખાનું ઝડપાયું ,6 જેટલી વિદેશી મહિલા અને હોટેલ માલિક સહિત 12 લોકોની ધરપકડ કરવામાં આવી

Illegal brothel busted in Surat

સુરતમાં ગેરકાયદેસર ચાલતું કુટણખાનું ઝડપાયું ,6 જેટલી વિદેશી મહિલા અને હોટેલ માલિક સહિત 12 લોકોની ધરપકડ કરવામાં આવી સુરતના યોગીચોક સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ રેસીડેન્સીમાં દુકાનની આડમાં ચાલતા કૂતણખાનાને નાબૂદ કરવામાં આવ્યું છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ બ્રાન્ચની ટીમે ગુપ્ત માહિતીના આધારે દુકાન નં. 110 અને 111માં રેડ પાડી હતી, જ્યાં દેહવિક્રયનું ગોરખધંધો ચાલી રહ્યો હતો. Illegal brothel busted in Surat

સંચાલક અને 3 ગ્રાહક ઝડપાયા

રેડ દરમ્યાન પોલીસે મુખ્ય સંચાલક બિશ્વારૂપ બારૂન દેય (ઉંમર 28, રહે. મચ્છી માર્કેટ, નાનપુરા, મૂળ પશ્ચિમ બંગાળ) અને ત્રણ ગ્રાહકોને ઝડપી પાડ્યા. દુકાનની આડમાં મહિલાઓના શોષણના કિસ્સાઓ ચલાવતાં આ કૂતણખાનામાંથી પોલીસે 7 મહિલાઓને મુક્ત કરાવી છે.

લો બોલો! અંડરવિયર માં ભરાવીને લાવ્યો કરોડોનું સોનું, એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યું, વિડીયો જુઓ

મુદ્દામાલ કબજે, બે આરોપી વોન્ટેડ જાહેર

પોલીસે સ્થળ પરથી રોકડ 14,000 રૂપિયા, 36,500ના મોબાઈલ ફોન્સ, અને અન્ય પુરાવાઓ મળી કુલ 50,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રેડ દરમિયાન ગૌરવ નામના સંચાલક અને દુકાન માલિક દીપક ફરાર થઈ જતાં તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.

ધી ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ કેસ દાખલ

પોલીસે કૂતણખાના સંચાલકો સામે ધી ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ અભિયાન દરમિયાન 7 મહિલાઓને સુરક્ષિત કરાવવાના આ અભિગમને સ્થાનિક લોકોએ પ્રશંસા પાત્ર ગણાવ્યો છે.

Join WhatsApp

Join Now

Leave a Comment