MSME એકમોને ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ એકસ્પોમાં સબસીડી પાત્રતા ભાવનગર સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી-ભાવનગર દ્વારા આગામી 3 થી 6 જાન્યુઆરી, 2025 સુધી આયોજિત થનારી ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ એકસ્પો માટે નોંધપાત્ર સબસીડીની જાહેરાત કરવામાં આવી છે. MSME units eligible for subsidy in Trade and Industrial Expo
MSME રજીસ્ટર યુનિટો માટે સબસીડી:
- મેન્યુફેક્ચરિંગ સેક્ટર: 75% સુધી સબસીડી
- સર્વિસ સેક્ટર: 80% સુધી સબસીડી
- આ સબસીડી પી.એમ.એસ. સ્કીમ હેઠળ મંજૂર કરવામાં આવી છે, જે માટે સૌરાષ્ટ્ર ચેમ્બરે સરકાર પાસેથી મંજૂરી મેળવી છે.
ભાવનગર: ગઢેચી નદીને ૭ કરોડના ખર્ચે રિવરફ્રન્ટમાં રૂપાંતરિત કરાશે
રજીસ્ટ્રેશન માટે વિગતો:
સહભાગી થવા ઈચ્છુક યુનિટોને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, સાગર કોમ્પલેક્ષ, નાકુબાગ, ભાવનગર ખાતે સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિથી એમ.એસ.એમ.ઈ. એકમોને ઉત્તમ મંચ મળી શકશે અને વિકાસના નવા દરવાજા ખુલશે.