આવી ગઈ ઇલેક્ટ્રિક કોમ્યુટર બાઇક Revolt RV1 લોન્ચ, 160 KM રેન્જ આપશે, 90 મિનિટમાં ફુલ ચાર્જ થશે ઇલેક્ટ્રિક કોમ્યુટર બાઇક રિવોલ્ટ RV1 ભારતમાં લોન્ચ કરવામાં આવી છે.
Revolt RV1 બે વેરિઅન્ટ RV1 અને RV1+માં લાવવામાં આવ્યો છે, બંનેની કિંમત અનુક્રમે રૂ. 84990 અને રૂ. 99990 છે. તેને બે બેટરી ઓપ્શનમાં લાવવામાં આવ્યો છે. જેમાંથી 2.2 kWhની બેટરી અને 3.24 kWhની બેટરી આપવામાં આવી છે. આ બંને બેટરી અનુક્રમે 100 કિમી અને 160 કિમીની રેન્જ આપશે.
રિવોલ્ટ RV1: કિંમત
RV1 અને તેના પ્રીમિયમ વેરિઅન્ટ્સ ચાર રંગ વિકલ્પોમાં ઓફર કરવામાં આવે છે. Revolt RV રૂ 84,990ની એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરવામાં આવી છે, જ્યારે RV1+ રૂ. 99,990ની એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરવામાં આવી છે. આ લોન્ચ રિવોલ્ટ મોટર્સના પ્રીમિયમ ઇલેક્ટ્રિક લાઇનઅપને વધુ વધારશે, જેમાં RV400 અને RV400 BRZ જેવા લોકપ્રિય મોડલનો સમાવેશ થાય છે.
બેટરી, અને ચાર્જિંગ સમય
Revolt RV1 2.2kWh બેટરી અથવા 3.24kWh બેટરી સાથે ખરીદી શકાય છે. નાની બેટરી 100 કિલોમીટરની રેન્જ આપે છે જ્યારે મોટી બેટરી 160 કિલોમીટરની રેન્જ આપે છે. જો કે, બંનેની મહત્તમ ઝડપ 70 કિમી પ્રતિ કલાક સુધી મર્યાદિત છે. અલગ-અલગ બેટરી ક્ષમતાને કારણે બંનેનો ચાર્જિંગ સમય પણ અલગ-અલગ છે. સ્ટાન્ડર્ડ મોડલ RV1 સંપૂર્ણ ચાર્જ થવામાં 2 કલાક અને 15 મિનિટ લે છે, જ્યારે RV1 પ્લસ 3 કલાક અને 30 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે.