Tata Curvv Petrol: માત્ર આટલી કિંમતમાં લોન્ચ થઇ પેટ્રોલ-ડીઝલ માં ટાટા કર્વ, જાણી લો ફીચર્સ

Tata Curvv Petrol, Diesel Launched in India: Tata કંપનીએ  Tata Curvv લોન્ચ કરી છે જે પહેલા ઈલેક્ટ્રીક વર્જનમાં લોન્ચ કરી હતી, હવે પેટ્રોલ ડીઝલમાં ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. ટાટા કર્વ ની નવી બોડી સ્ટાઇલ એ જૂની ડિઝાઇન કરતા ઘણી બધી અલગ છે અને જે માર્કેટમાં બૂમ પડાવશે.

ટાટા કર્વની એરો ડાયનેમિક પણ ઘણી અલગ છે જે આ નવા વર્ઝનમાં ગાડીની સ્પીડ માટે ઘણી મદદ કરશે. ટાટા કર્વમાં કુલ ત્રણ એન્જિન ના વિકલ્પો ઉપલબ્ધ છે.

WhatsApp Channel Join
telegram Channel Join

Tata Curvv Petrol-Diesel Price & Features

ટાટા મોટર્સ દ્વારા ઘરેલુ માર્કેટમાં નવી કૂપે સ્ટાઇલ SUV ટાટા કર્વ નું ICE વર્ઝન પેટ્રોલ ડીઝલ ઓફિસિયલ રીતે વેચાણ કરવા માટે લોન્ચ કરી દીધું છે, આની પહેલા કંપની ઇલેક્ટ્રિક વર્ઝન માં લોન્ચ કરી હતી જેનો આકર્ષણ લુક ને ધમદાર એન્જિન લોકોને માત્ર 9.99 લાખ રૂપિયામાં મળી જતું હતું અને આનું ટોપ મોડલ ની કિંમત 17 લાખ 69 હજાર રૂપિયા છે.

iPhone 16, iPhone 16 Plus લોન્ચ થઇ ગયા , કિંમત અને ફીચર્સ જાણી ચોકી જશો

Tata Curvv ની ડિઝાઇન અને લુક 

Tata Curvv ની કૂપ બોડી સ્ટાઇલ જૂની બોક્સી ડિઝાઇનથી ઘણી અલગ છે. જે મધ્યમ કદની SUV માર્કેટમાં સામાન્ય છે. તેની એરોડાયનેમિક્સ ઘણી અલગ છે, જે તેને સ્પીડ વધારવામાં મદદ કરશે. ગાડી ની કર્વ ઢાળવાળી છત તેને પવન સામે ઝડપથી આગળ વધવામાં મદદ કરશે. જ્યારે તેના મોટા વ્હીલ્સ, વધેલી ગ્રાઉન્ડ ક્લિયરન્સ તેને હાઈ સ્પીડ માં પણ સુરક્ષિત ડ્રાઇવિંગ કરવામાં મદદ કરશે. કંપની તેને બે નવા કલર શેડ્સમાં ઓફર કરી રહી છે જેમાં ઇલેક્ટ્રિક વર્ઝનમાં વર્ચ્યુઅલ સનરાઇઝ અને પેટ્રોલ વર્ઝનમાં ગોલ્ડ એસેન્સનો સમાવેશ થાય છે.

Bajaj Pulsar 125 vs Honda Shine 125:કઈ છે તમારી ગમતી બાઇક જાણો માહિતી 

ખતરનાક ટાટા કર્વ નું કેબીન

ટાટા મોટર્સનું કહેવું છે કે, ટાટા કર્વ સામાન્ય રીતે ભારતીય પરિવાર માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ લોંગ ડ્રાઈવ માટે બહાર જવાનું પસંદ કરે છે. કર્વ તેની SUV કૂપ ડિઝાઇન સાથે આકર્ષક અને આધુનિક આંતરિક સાથે આવે છે. તેની પ્રીમિયમ અપીલ પર ભાર મૂકવામાં આવ્યો છે અને કેબિનમાં ફર્સ્ટ-ઇન-ક્લાસ ટેક્નોલોજી અને સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પેનોરેમિક સનરૂફની સાથે, તે ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાન માં રાખી ને 500 લિટરની બૂટ સ્પેસ પણ આપી છે.

Tata Curvv માં અદ્ભુત સલામતી સુવિધાઓ

તેના અન્ય મોડલ્સની જેમ, ટાટાએ આ એસયુવીને પણ સુરક્ષિત બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. તેમાં લેવલ-2 એડવાન્સ ડ્રાઇવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) સિસ્ટમ આપવામાં આવી છે. આ સિવાય નીચે આપેલ ઘણી સુવિધા નો સમાવેશ કરવામાં આવ્યો છે,

  • 6 એરબેગ્સ (સ્ટાન્ડર્ડ),
  • 3-પોઇન્ટ ELR સીટબેલ્ટ,
  • સીટ-બેલ્ટ એન્કર પ્રિટેન્શનર,
  • ISOFIX ચાઇલ્ડ સીટ એન્કર,
  • 360-ડિગ્રી સરાઉન્ડ વ્યૂ કેમેરા,
  • ફ્રન્ટ પાર્કિંગ સેન્સર,
  • સ્ટેબિલિટી કંટ્રોલ પ્રોગ્રામ (ESP),
  • ઇમરજન્સી બ્રેકિંગ, JBL.
  • સિનેમેટિક ઇન્ફોટેનમેન્ટ

તેમાં ખાસ ઓટોમેટિક ઈમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી છે. જે કારની સામેથી આવતી કોઈપણ વસ્તુ સાથે અથડાવાના કિસ્સામાં પહેલેથી જ સક્રિય થઈ જાય છે. આ સાથે રસ્તા પર ચાલતા રાહદારીઓની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવામાં આવશે. કંપનીનું કહેવું છે કે આ કારનું પરીક્ષણ હિમાલયની ગોદમાં સ્થિત સંદકફૂ જેવા દુર્ગમ પહાડી વિસ્તારોમાં કરવામાં આવ્યું છે જે લગભગ 11,930 ફૂટની ઊંચાઈ પર છે. ટાટા મોટર્સને આશા છે કે આ SUVને ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર રેટિંગ મળશે.

Leave a Comment