7 કરોડ EPF સભ્યો માટે સારા સમાચાર, વર્ષ 2025માં તેઓ સીધા ATMમાંથી પૈસા ઉપાડી શકશે, EPFO કરશે આ ફેરફાર. EPFO (એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન) દ્વારા શરૂ કરવામાં આવતી આ નવી પહેલ કર્મચારીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ખાસ કરીને, વર્ષ 2025 સુધીમાં ATM દ્વારા સીધા PF ઉપાડની સુવિધા કાર્યરત થાય તે નાણાકીય વ્યવહારોને વધુ સરળ અને ઝડપભર્યુ બનાવશે. Epf money from atm 2025 withdrawal limit
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના 7 કરોડથી વધુ સભ્યો માટે મોટી ખુશખબર સામે આવી છે. શ્રમ મંત્રાલયે જાહેર કર્યું છે કે 2025થી EPFOના સભ્યો માટે ATM માધ્યમથી PF ઉપાડવાની નવી સુવિધા શરૂ થવાની સંભાવના છે. શ્રમ સચિવ સુમિતા ડાવરાએ આ અંગે માહિતી આપતા કહ્યું કે મંત્રાલય હાલમાં તેની IT સિસ્ટમમાં મોટાપાયે સુધારા પર કામ કરી રહ્યું છે, જે 2025માં અમલમાં આવશે.
PF ઉપાડની સુવિધામાં મોટો ફેરફાર:
EPFOની નવી ટેકનોલોજી પર આધારિત સુવિધાથી PF ખાતેદાર હવે ATM કાર્ડ દ્વારા તેમના ફંડ પર સીધી પહોંચ મેળવી શકશે. ડાવરાએ વધુમાં જણાવ્યું કે, “અમે PF માટેના IT ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બેંકિંગ સિસ્ટમની સમકક્ષ લાવવાના પ્રયાસમાં છીએ. 2025ના આરંભથી તમે IT 2.1 સંસ્કરણનો લાભ ઉઠાવી શકશો.”
હીરાના કારખાનામાં મંદી કેમ આવી : કારખાનાઓ બંધ અને બેરોજગારી 45 લોકોએ ટૂંકાવી જિંદગી
સરકારની જાહેરાત
શ્રમ મંત્રાલયે જાહેર કર્યું છે કે પીએફ ઉપાડની આ નવી પ્રક્રિયાથી ફંડ ઉપાડના દાવાઓ ઝડપી અને સરળ બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે PF ઉપાડ માટે એક નવું ATM કાર્ડ શરૂ કરવાની યોજના બનાવી છે, જેની મદદથી કુલ રકમના 50% સુધી ઉપાડ શક્ય રહેશે.
EPFO ઉપાડના નિયમો
- નોકરીમાં હોય ત્યારે તમને પીએફ ફંડ આંશિક અથવા સંપૂર્ણ રીતે ઉપાડવાની મંજૂરી નથી.
- જો તમે ઓછામાં ઓછા એક મહિના માટે બેરોજગાર છો, તો તમે તમારા PF બેલેન્સના 75% સુધી ઉપાડી શકો છો.
- બે મહિનાની બેરોજગારી પછી, તમે સંપૂર્ણ રકમ ઉપાડવા માટે પાત્ર છો.