LPG Cylinder Price Hike: માર્ચ મહિનો શરૂ થતા જ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા 19 કિલોના એલપીજી ગેસની કિંમતમાં ભાવમાં અચાનક વધારો કરવામાં આવ્યો છે અગાઉ પણ કરવામાં આવ્યો હતો ફરી એકવાર એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે દેશમાં એલપીજી સિલિન્ડર ની કિંમત હવે છ રૂપિયા વધી ગઈ છે ફેબ્રુઆરી મહિનામાં પણ એલપીજી ગેસની કિંમતમાં સાત રૂપિયાનું ઘટાડો કરવામાં આવ્યો હતો. ફરી એક વાર વધારો કરવામાં આવ્યો છે
ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત : LPG Cylinder Price
ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી એક માર્ચ 2025 ના રોજ દિલ્હીમાં ૧૪ કિલોગ્રામ ના એલપીજી ગેસની કિંમત 803 રૂપિયા છે અત્યારે કલકત્તા શહેરની વાત કરીએ તો કલકત્તા શહેરમાં ૧૪ કિલો એલપીજી ગેસ સિલિન્ડર ની કિંમત 829 રૂપિયા છે મુંબઈમાં 802.50 રૂપિયા છે અને ચેન્નઈમાં 818.50 રૂપિયા ગેસ સિલિન્ડર ની કિંમત છે ગેસ સિલિન્ડરના નવા ભાવની વાત કરીએ તો ઇન્ડિયન ઓઇલ દ્વારા જાહેર કરાયેલા નવા ભાવ મુજબ 19 kg ના એલપીજી ગેસ સિલિન્ડર ની કિંમત હવે વધી ગઈ છે
ઇન્ડિયન ઓઇલ દ્વારા એલપીજી ગેસની સિલિન્ડરની કિંમતમાં મોટો ફેરફાર કર્યો છે દિલ્હીમાં 1803 રૂપિયા થઈ ગયા છે જ્યારે કલકત્તામાં 1913 રૂપિયા અને મુંબઈમાં 1755.50 રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે આગામી દિવસોમાં હજુ પણ મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓ છે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈપણ પ્રકારના મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી તેવી માહિતી મીડિયા રિપોર્ટમાં સામે આવે છે