Mukesh Ambani: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ફરી એકવાર ગુજરાતમાં નવું પ્લાન કરી રહ્યા છે ગુજરાતના જામનગરમાં દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવવાની તૈયારી કરી રહ્યા છે હાલમાં જ મીડિયા અહેવાલોમાં આ અંગેની માહિતી સામે આવી છે બ્લુમબર્ગના એક રિપોર્ટમાં એક રિપોર્ટ પ્રમાણે માહિતી સામે આવી છે મળતી વિગતો અનુસાર ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ રિલાયન્સની એન્ટ્રીની દિશા માં એક વધુ પગલું ભરવા જઈ રહ્યું છે મુકેશ અંબાણી સૌથી મોટો પ્લાન્ટ જામનગરમાં કરી રહ્યું છે વધુમાં જણાવી દઈએ તો આર્ટિફિશિયલ ટેકનોલોજીમાં અગ્રણી ગ્લોબલ કંપનીઓમાંથી એક એવીએમઆઇ સેમી કંડક્ટ ખરીદી રહ્યા છે જેથી તેઓ જામનગરમાં આ અંગે મોટો પ્લાન કરી શકે છે
રિલાયન્સ એ આ કંપની સાથે કરી પાર્ટનરશીપ
વધુમાં જણાવી દઈએ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને NVIDIA એ ભારતમાં એઆઈ સુપરકોમ્પ્યુટર ડેવલપ કરવા માટે ઘણી બધી ભાષાઓમાં મોડલ બનાવવા માટે પાર્ટનરશીપ ની જાહેરાત પણ કરી હતી. ત્યારબાદ NVIDIA એ ટાટા સમૂહ દ્વારા આ પ્રકારની પાર્ટનરશીપ કરવામાં આવી છે વધુમાં જણાવી દઈએ તો ટૂંક સમયમાં જ આ અંગે વધુ વિગતો સામે આવી શકે છે પરંતુ મીડિયા અહેવાલોમાં હાલ એ વિગતો સામે આવી છે કે મુકેશ અંબાણી ટૂંક સમયમાં જ જામનગર જેવા શહેરમાં સૌથી મોટા ડેટા સેન્ટર બનાવવા જઈ રહ્યા છે
મોટા મીડિયા અહેવાલોમાં એ પણ ચર્ચાઓ થઈ રહી છે કે રિલાયન્સ પોતાને એક ડીપ ટેક કંપનીમાં ફેરવી રહી છે એટલે કે ટેકનોલોજી કંપનીમાં પણ પોતાનું યોગદાન આપવા જઈ રહી છે એ આઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ જેવા માનવ જાતિ વિકાસમાં એક પરિવર્તન કરવા માટે ઘણા બધા નવા પ્રોજેક્ટો પણ તૈયાર કરી રહી છે મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ એ જે ટેકનોલોજી સંચાલિત પરિવર્તન ચાલી રહ્યું છે તે કંપનીને હાઈપર ગ્રોથની એક નવી કક્ષાએ લઈ જશે સાથે જ લોકોને પણ તેનાથી મોટો ફાયદો થશે