1 એપ્રિલ પહેલા PAN Cardમાં આ કામ કરી લો… નહિતર તમારું PAN બંધ થઈ શકે

Pan Card Update Deadline 1 April 2026 ક્યારેક આપણે એક નાનો મુદ્દો અવગણીએ છીએ… અને પછી એ જ વાત મોટું નુકસાન કરી જાય છે. હવે PAN Card સાથે પણ એવું જ કંઈક થવાનું છે.

જો તમે PAN Card વાપરો છો — તો આ વાત ધ્યાનથી વાંચજો. કારણ કે 1 એપ્રિલ 2026 પછી PAN અને Aadhaarમાં નામ mismatch હશે તો તમારું PAN Card રદ થઈ શકે છે. આ માત્ર નિયમ નથી… આ તમારા બેંક, ટેક્સ અને ફાઈનાન્સિયલ જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે.

PAN-Aadhaar નામ mismatch કેમ ખતરનાક છે?

ઘણા લોકો પાસે PAN Card અને Aadhaar Card બંને છે…
પણ નામમાં થોડો ફરક હોય છે — જેમ કે spelling error, middle name missing, અથવા લગ્ન પછી નામ બદલાયું હોય.

જો બંનેમાં નામ એકસરખું નહીં હોય:

  • તમારું PAN Card Inactive અથવા Cancel થઈ શકે
  • પછી તમે બેંકિંગ, ITR, કે કોઈપણ ફાઈનાન્સિયલ કામ નહીં કરી શકો

છેલ્લી તારીખ – 1 એપ્રિલ 2026

  • 1 એપ્રિલ 2026 પહેલા તમારે PAN અને Aadhaarમાં નામ match કરાવવું જ પડશે.
  • જો તમે આ સમયમર્યાદા ચૂકી જશો, તો પછી સમસ્યા વધી શકે છે — અને ફરી એક્ટિવેટ કરાવવું મુશ્કેલ બની શકે છે.

ઘર બેઠાં 5 મિનિટમાં PAN Card અપડેટ કેવી રીતે કરવું?

તમે તમારા મોબાઇલથી ઘરે બેઠાં જ આ કામ કરી શકો છો.

  • સૌ પ્રથમ, તમને Protean (NSDL) અથવા UTIITSLની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે.
    પછી “Changes or Correction in existing PAN Data” વિકલ્પ પસંદ કરવો પડશે.
  • ત્યારબાદ તમારે તમારી કેટેગરી પસંદ કરી અને નામ, જન્મ તારીખ, મોબાઇલ નંબર જેવી વિગતો ભરવી પડશે.
  • ફોર્મ સબમિટ કર્યા પછી તમને એક ટોકન નંબર મળશે — તેને સાચવી રાખવો.
  • હવે e-KYC અથવા e-Sign વિકલ્પ પસંદ કરશો, જેથી OTP દ્વારા વેરિફિકેશન સરળ બની જાય.
  • પછી તમે જે માહિતી સુધારવી છે તે પસંદ કરીને સાચી માહિતી દાખલ કરશો.
    ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી ₹110 ફી ચૂકવવી પડશે.
  • અંતમાં OTP દ્વારા e-sign પૂર્ણ કરશો — અને તમારું કામ થઈ જશે.

કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા પડશે?

  • જ્યારે તમે PAN અપડેટ કરો છો, ત્યારે તમને કેટલાક પુરાવા જરૂરી પડશે.
  • તમારી ઓળખ માટે આધાર કાર્ડ, વોટર ID, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અથવા રેશન કાર્ડ કામ આવી શકે છે.
  • એડ્રેસ પ્રૂફ માટે વીજળી બિલ, બેંક સ્ટેટમેન્ટ અથવા પાસબુક પણ ચાલશે.
  • જો તમે જન્મ તારીખ સુધારવા માંગો છો, તો જન્મ પ્રમાણપત્ર, માર્કશીટ અથવા પાસપોર્ટ ઉપયોગી રહેશે.
  • લગ્ન પછી નામ બદલ્યું હોય તો મેરેજ સર્ટિફિકેટ અને કાયદેસર નામ બદલ્યું હોય તો ગજેટ નોટિફિકેશન જરૂરી બને છે.

Join WhatsApp

Join Now

Leave a Comment