સરકારી નોકરી ન્યૂઝ : IOCL માં 246 જગ્યાઓ પર ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી, હવે 23 માર્ચ સુધી અરજી કરો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) એ જુનિયર ઓપરેટરની 246 જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. અગાઉ અરજી કરવાની છેલ્લી તારીખ 23 ફેબ્રુઆરી, 2025 હતી, જેને વધારીને 23 માર્ચ કરવામાં આવી છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ iocl.com પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. 246 Posts In Indian Oil Corporation
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ IOCL નોન-એક્ઝિક્યુટીવ કેટેગરી અંતર્ગત વિભિન્ન પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારો નોકરીની તલાશ કરી રહ્યા હોય અને આ જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા હોય તેઓ ઓનલાઈન માધ્યમથી IOCL સત્તાવાર વેબસાઈટ iocl.comપર જઈને ફોર્મ ભરી શકે છે. આ ભરતી તારીખ 3જી ફેબ્રુઆરી, 2025થી શરૂ કરી દેવામાં આવી છે, અને આગામી 23મી માર્ચ, 2025 સુધી અરજી કરી શકાશે. ઉમેદવારો જૂનિયર ઓપરેટર ઉપરાંત જૂનિયર બિઝનેસ આસિસ્ટન્ટ તરીકે અરજી કરી શકે. ઓનલાઈન ફોર્મ ભરવા પહેલાં ઉમેદવારોએ પાત્રતાની તપાસ કરી લેવી.
સરકારી નોકરી અરજી પ્રક્રિયા
જે ઉમેદવાર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ કંપનીમાં જોબ કરવા માંગતા હોય તેમને ઓફિશિયલ વેબસાઈટ iocl.com પર જવું પડશે અને ત્યાં જઈ અને કરિયર પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી જે ફોર્મમાં માગેલી વિગત ભરવી પડશે અને ફોર્મની સાથે અરજી થી પણ ભરવાની રહેશે પછી જ એપ્લાય કરવાનો રહેશે.
ગુજરાત સરકારે RTE લાભાર્થીઓ માટે આવક મર્યાદા વધારી , જાણો હવે લાભ કોને મળશે
સરકારી નોકરી યોગ્યતા અને માપદંડ
આ ભરતીમાં ફોર્મ ભરવા માગતા હોય અને નોકરી કરવા માગતા હોય તેવા લોકોએ ધોરણ 10 અને આઈ.ટી.આઈ હાયર સેકન્ડરી માં ગ્રેજ્યુએશન લાયકાત હોવી જોઈએ અને તેમની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 26 વર્ષ સુધી આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે આ ભરતી માટે અનામત ઉમેદવારોને ઉંમર મર્યાદામાં જ છૂટછાટ આપવામાં આવેલ છે અને ઉંમરની ગણતરી 31મી જાન્યુઆરી 2025 ને ધ્યાનમાં લઇ અને કરવામાં આવશે તો તમે પણ આ ભરતીમાં અરજી કરી શકો છો અને આ ભરતી માટે પરીક્ષા નું આયોજન એપ્રિલ મહિનામાં કરવામાં આવશે આ ભરતી કોમ્પ્યુટર દ્વારા લેવામાં આવશે વધુ માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઈટ પર જઈ અને માહિતી મેળવી શકો છો.
સરકારી નોકરી કેટલી ફી ભરવાની?
આ ભરતી માટે ઉમેદવારોને કેટલી અરજી ફી ભરવાની રહેશે તો તેમને જણાવી દઈએ કે તમામ વર્ગના ઉમેદવારો છે તેમને ₹300 અરજી ફી ભરવાની રહેશે અને એસટી એસ સી પી ડબ્લ્યુ ડી તેમજ જે એક્સ આર્મી મેન છે તેમને વગર અરજી કરવા મળશે.
સરકારી નોકરી ભરતીની વિગતો
આ ભરતી માટે જગ્યા ની વાત કરીએ તો કુલ 246 જગ્યા પર ભરતી કરવામાં આવેલ છે જેમાં જુનિયર ઓપરેટર ગ્રેડ વન માટે 215 જગ્યા છે અને જુનિયર અટેન્ડન્સ ગ્રેડ માટે 23 જગ્યા પર ભરતી કરવામાં આવેલ છે જ્યારે જુનિયર બિઝનેસ આસિસ્ટન્ટ ફ્રી માટે 8 જગ્યા પર અનામત રાખવામાં આવેલ છે વધુ માહિતી માટે તમે ઓફિસિયલ વેબસાઈટ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે તે જાણી શકો છો