CBSE Board Exam: ઘણા સમયથી વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન્સ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજથી એટલે કે 15 ફેબ્રુઆરી 2025 થી દેશભરમાં લગભગ 42 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે સાથે જ ધોરણ 10 અને ધોરણ 12 ની મુખ્ય જાહેર બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે ગુજરાત સહિત દેશભરની લગભગ 30,714 જેટલી સ્કૂલોમાં 42 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહેશે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં તેમજ સમગ્ર ગુજરાતમાં 680 જેટલી સ્કૂલોના વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે તે અંગે હજુ સુધી વિગતો સામે નથી આવી ટૂંક સમયમાં જ વિગતો સામે આવી જશે રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં અંદાજિત 70,000 જેટલા વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે
CBSE પરીક્ષાનું આયોજન દર વર્ષે થતું હોય છે અને 15 મી ફેબ્રુઆરીએ દર વર્ષે પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાની શરૂઆત આજથી કરી દેવામાં આવી છે ત્યારે સીબીએસસીની ધોરણ 10 અને ધોરણ 12 ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા આજથી શરૂ થઈ ચૂકી છે તમામ વિદ્યાર્થી મિત્રો જેવો લાંબા સમયથી આ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા તેઓ આજે વહેલી સવારે 10:30 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધી પરીક્ષા ધોરણ 10 ના પ્રથમ પેપર કમ્યુનિકેટિવ અને અંગ્રેજી લેન્ગવેજ એન્ડ લીટરેચરનું લેવામાં આવશે
ધોરણ 12 માની વાત કરીએ તો પ્રથમ પેપર આંત્રપ્રિન્યોરશિપ વિષયનું લેવામાં આવશે તમામ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે કોઈપણ વિદ્યાર્થીઓ મોબાઈલ કે સ્માર્ટ વોચ સાથે પરીક્ષા રૂમમાં પ્રવેશ કરી શકશે નહીં આ સાથે જ જો કોઈ પણ વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાશે તો તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે