દિવ્યાંગ અનામત હેઠળ ૧૦ હજારથી વધુ જગ્યાઓ ઉપર એક જ વર્ષમાં ભરતી થશે સુપ્રિમ કોર્ટના આદેશ

Divyang recruitment on 10 thousandths

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા એક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યું છે, જેમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે 4% અનામત રાખેલી ખાલી જગ્યાઓને ભરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ નિર્ણય સુપ્રિમ કોર્ટના તાજેતરના આદેશના અનુસંધાનમાં લેવામાં આવ્યો છે, જેમાં તમામ વિભાગો અને સહકારી સંસ્થાઓને તેમની તાબામાં રહેલી 10,000થી વધુ ખાલી જગ્યાઓ પર દિવ્યાંગ અનામત હેઠળ ભરતી પ્રક્રિયા શરૂ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. Divyang recruitment on 10 thousandths

ભરતી માટે સમયપત્રક

1લી ડિસેમ્બર, 2024થી આ ભરતી ઝુંબેશનો આરંભ થશે, જેમાં વિભાગો અને અન્ય ભરતી સંસ્થાઓને સમયસર કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે. 31મી ઓગસ્ટ, 2025 સુધીમાં આ તમામ જગ્યાઓ પર ભરતી પૂર્ણ કરવાની અને 31મી ડિસેમ્બર, 2025 સુધીમાં પસંદ કરાયેલા ઉમેદવારોને નોકરી પર મૂકવાની દિશામાં આયોજન કરવામાં આવ્યું છે.

અનામતની યોજના

ગુજરાતમાં વર્ગ-1 થી 4 સુધીના વિવિધ સંવર્ગોમાં 4% દિવ્યાંગ અનામત છે, જેમાં દિવ્યાંગતાના પ્રકાર મુજબ અલગ-અલગ કેટેગરીમાં 1% અનામત આપવામાં આવ્યું છે. આ યોજના રાજ્ય સેવા, પંચાયત સેવા, બોર્ડ, કોર્પોરેશન, સહકારી સંસ્થાઓ તેમજ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ જેવી સંસ્થાઓને પણ આવરી લે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment