GPSC દ્વારા 279 ખાલી જગ્યાઓ પર ભરતી: આજથી આ તારીખ સુધી ફોર્મ ભરાશે, 26 એપ્રિલે પ્રિલીમ પરીક્ષા

GPSC Recruitment 279 Vacancies

ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. Gujarat Public Service Commission (GPSC) દ્વારા રાજ્યના વિવિધ વિભાગોમાં વર્ગ-1 અને વર્ગ-2ની કુલ 23 સંવર્ગની 279 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ અંગે GPSCના સેક્રેટરી સુધીર પટેલે સત્તાવાર માહિતી આપી છે. GPSC Recruitment 279 Vacancies

આ ભરતી લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મોટી તક બનીને આવી છે.

16 ફેબ્રુઆરી સુધી કરી શકશો ઓનલાઇન અરજી

GPSC દ્વારા પાંચ વિભાગો, સ્પોર્ટ્સ ઓથોરિટી, રાજ્યની 9 મહાનગરપાલિકાઓ તેમજ પાણી પુરવઠા, રમતગમત અને સાંસ્કૃતિક વિભાગની જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો આજ બપોરથી ઓનલાઇન અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2026 રાત્રે 11:59 વાગ્યા સુધી રાખવામાં આવી છે. સમયમર્યાદા બાદ કોઈપણ પ્રકારની અરજી સ્વીકારવામાં આવશે નહીં.

GPSC Exam Calendar 2026

પ્રિલીમ પરીક્ષા 26 એપ્રિલે, કુલ 300 માર્ક્સ

આ ભરતી માટે તમામ જગ્યાઓ માટે પ્રિલીમ પરીક્ષા લેવામાં આવશે. GPSC દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ મુજબ 26 એપ્રિલ 2026ના રોજ પ્રિલીમ પરીક્ષા યોજાશે.

પ્રિલીમ પરીક્ષામાં કુલ બે પેપર રહેશે.

પેપર-1 સામાન્ય જ્ઞાનનું રહેશે, જ્યારે પેપર-2 સંબંધિત સંવર્ગ મુજબ વિષય આધારિત રહેશે. બંને પેપર મળીને કુલ 300 માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે, જેમાં પેપર-2નું મહત્વ ખાસ રહેશે.

202 જગ્યાઓ માટે કાઉન્સિલિંગ પ્રક્રિયા લાગુ પડશે

આ ભરતી પ્રક્રિયામાં કાઉન્સિલિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે. ઇન્ટરવ્યૂ પૂર્ણ થયા બાદ લાયક ઉમેદવારોની યાદી અને કાઉન્સિલિંગની તારીખ GPSC દ્વારા જાહેર કરવામાં આવશે.

ખાસ કરીને 9 મહાનગરપાલિકાની 13 પોસ્ટ સહિત કુલ 202 જગ્યાઓ માટે કાઉન્સિલિંગ પ્રક્રિયા અમલમાં આવશે. ઉમેદવારો માટે આ તબક્કો ખૂબ જ મહત્વનો રહેશે, કારણ કે અહીંથી તેમની પોસ્ટિંગ નક્કી થશે.

મેરીટના આધારે મળશે લોકેશન પ્રેફરન્સ

GPSC દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઉમેદવારોને તેમની મેરીટના આધારે લોકેશન પ્રેફરન્સ આપવામાં આવશે.
જે ઉમેદવાર મેરીટમાં પ્રથમ ક્રમે રહેશે, તેને 9 મહાનગરપાલિકામાંથી પોતાની પસંદગી મુજબ જગ્યા પસંદ કરવાની તક મળશે. જ્યારે મેરીટના અંતિમ ક્રમે આવેલા ઉમેદવારોને ઉપલબ્ધ જગ્યાઓમાંથી ફાળવણી કરવામાં આવશે.

વન ટાઇમ રજિસ્ટ્રેશન (OTR) ફરજિયાત

આ ભરતીમાં એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. GPSC દ્વારા હવે વન ટાઇમ રજિસ્ટ્રેશન (OTR) ફરજિયાત બનાવવામાં આવ્યું છે. OTR મોબાઇલ નંબરના આધારે થશે.

Join WhatsApp

Join Now

Leave a Comment