GSEB Gujarat 10th 12th Results 2025 : ગુજરાત બોર્ડ 10મી અને 12 ના પરિણામો 11 મે સુધી જાહેર?

GSEB Gujarat 10th 12th Results 2025

Gujarat Board Result : વિદ્યાર્થી મિત્રો માટે ખુશખબર! ગુજરાત બોર્ડ 10મી અને 12મીના પરિણામો (GSEB Gujarat 10th 12th Results 2025)ની આતુરતા હવે થોડી જ ઘડીની છે. લાખો વિદ્યાર્થીઓ કે જેમણે પરીક્ષા આપી છે અને જેઓ પોતાની મહેનતનું ફળ અપેક્ષી રહ્યા છે, તેમના માટે મોટો અપડેટ આવ્યો છે. મળતી માહિતી મુજબ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી બોર્ડ આગામી સપ્તાહે એટલે કે 9થી 11 મે 2025 વચ્ચે GSEB SSC અને HSCના પરિણામો જાહેર કરી શકે છે.

GSEB Result 2025 કયા જોવો?

જ્યારે પરિણામ જાહેર થશે, ત્યારે વિદ્યાર્થી મિત્રો નીચેની સત્તાવાર વેબસાઈટ પર જઈને પોતાનું પરિણામ જોઈ શકશે: Gujarat Secondary and Higher Secondary Education Board

  • gseb.org
  • gseb.org.in
  • gsebeservice.com

પરીણામ જોવા માટે તમારું એડમિટ કાર્ડ, ખાસ કરીને સીટ નંબર અને જન્મતારીખ તૈયાર રાખો. પરિણામ ચેક કરતી વખતે આ વિગતો જરૂરી રહેશે.

GSEB SSC, HSC Results 2025 ઓનલાઈન કેવી રીતે ચેક કરશો?

  • ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
  • હોમપેજ પર “Result” વિભાગ પસંદ કરો.
  • પછી તમારું પરિણામ પસંદ કરો – HSC Result 2025 અથવા SSC Result 2025.
  • તમારું 6 અંકનું સીટ નંબર અને અન્ય જરૂરી વિગતો ભરો.
  • પછી “Go” બટન પર ક્લિક કરો.
  • તમારું પરિણામ સ્ક્રીન પર આવી જશે, જેનું સ્ક્રીનશોટ લઉં અથવા ડાઉનલોડ કરી ભવિષ્ય માટે સાચવી રાખો.

GSEB 10th 12th Results 2025 : SMS દ્વારા પરિણામ ચેક કરો

જો વેબસાઈટ વ્યસ્ત હોય કે ક્રેશ થઈ જાય તો કેવાં? કોઈ ટેન્શન નહીં! તમારું પરિણામ SMS દ્વારા પણ જાણી શકો છો:

  • તમારા ફોનમાં SSCSeat Number અથવા HSCSeat Number ટાઈપ કરો.
  • ત્યારબાદ તે 56263 નંબર પર મોકલો.
  • થોડા મિનિટમાં તમારું પરિણામ સીધું તમારા મોબાઈલ સ્ક્રીન પર જોવા મળશે.

GSEB 10th 12th Results 2025 : પાસ થવા માટે કેટલા માર્ક્સ જરૂરી?

  • પાસ જોવા માટે જરૂરી માર્કસ વિષે મહત્વપૂર્ણ જાણકારી:
  • દરેક વિષયમાં તથા કુલ માર્ક્સમાં ઓછામાં ઓછા 33% લાવવું ફરજિયાત છે.
  • જો કોઈ વિદ્યાર્થી એક કે બે વિષયમાં માર્કસ કરતાં ઓછી પ્રાપ્તિ કરે છે તો તેને કમ્પાર્ટમેન્ટ ગણાશે.
  • બે કરતાં વધુ વિષયોમાં 33% થી ઓછા માર્ક્સ હોવા પર વિદ્યાર્થી નાપાસ ગણાશે.

Join WhatsApp

Join Now

Leave a Comment