કરાર આધારિત ભરતી: 40 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે પ્રાથમિક સ્કૂલોમાં “જ્ઞાન સહાયક”ની ભરતી

gyan sahayak bharti 2024 apply online

કરાર આધારિત ભરતી: 40 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે પ્રાથમિક સ્કૂલોમાં “જ્ઞાન સહાયક ભરતી 2024 રાજ્યના શિક્ષણ વિભાગે ગ્રાન્ટ-ઇન-એઈડ પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક (પ્રાથમિક)ના 11-માસના કરાર આધારિત ભરતી માટે જાહેરાત કરી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો માટે 5 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર 2024 સુધી ઓનલાઈન અરજી પ્રક્રિયા ખુલ્લી રહેશે. gyan sahayak bharti 2024 apply online

જ્ઞાન સહાયક ભરતી 2024

પ્રાથમિક શિક્ષણના સ્તરે આ ભરતી માટે ઉંમર મર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. ચૂંટાયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 21,000નું ફિક્સ મહેનતાણું આપવામાં આવશે.

કડકડતી ઠંડીમાં થીજાવા થઇ જાઓ તૈયાર ; આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા

જ્ઞાન સહાયક ભરતી 2024 અરજી પ્રક્રિયા:

આ ભરતી માટે અરજી ફક્ત ઓનલાઇન જ કરી શકાય છે. ઉમેદવારોને pregyansahayak.ssgujarat.org પર જઈને અરજી કરવાની રહેશે. અરજી કરતા પહેલા અરજી પ્રક્રિયા, લાયકાત માપદંડ, વય મર્યાદા અને અન્ય જરૂરી સૂચનાઓ વેબસાઇટ પરથી વાંચવી જરૂરી છે.

અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, ટપાલ અથવા કુરિયર મારફત સ્વીકારવામાં નહીં આવે.

જ્ઞાન સહાયક ભરતી 2024 પ્રમાણપત્ર ચકાસણી:

પ્રમાણપત્રોની ચકાસણી માટે પસંદ થયેલા ઉમેદવારોને અરજીની પ્રિન્ટ સાથે જરુરી દસ્તાવેજોની નકલ, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ્સ અને અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવું પડશે.

Join WhatsApp

Join Now

Leave a Comment