મહારાજા સયાજીરાવ ગાયકવાડ અનુસૂચિત જાતિ માટે રૂ. 10,000/- સુધીની સહાય આપવામાં આવશે ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ, ડૉ. જીવરાજ મહેતા ભવન, બ્લોક નં. ૪/૨, ગાંધીનગર, દ્વારા “મહારાજા સયાજીરાવ ગાયકવાડ અનુસૂચિત જાતિ સાહિત્ય પ્રકાશન સહાય યોજના” માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ યોજના હેઠળ અનુસૂચિત જાતિના સર્જકો, સંશોધકો અને સાહિત્યકારોને લેખન અને સાહિત્યના પ્રકાશન માટે સહાય આપવામાં આવશે. Maharaja Sayajirao Gaekwad Scheduled Caste Rs. 10,000 sahay
સહાયની રકમ:
આ યોજનામાં મૌલિક લખાણો અને સાહિત્યના પ્રકાશન માટે રૂ. 10,000/- (દસ હજાર રૂપિયા) સુધીની સહાય આપવામાં આવશે. આ સહાય માત્ર અનુસૂચિત જાતિઓની વિવિધ સમસ્યાઓ સંબંધિત મૌલિક લખાણો માટે ઉપલબ્ધ રહેશે. અનુવાદ માટે આ યોજનામાં સહાય મળતી નથી.
અરજી કરવાની તારીખ
આ યોજના માટે અરજીઓ 09 ડિસેમ્બર 2024 થી 31 ડિસેમ્બર 2024 વચ્ચે માન્ય રહેશે. અરજીની અંતિમ તારીખ પછી મળેલી અરજીઓ રદ ગણવામાં આવશે.
અરજી પત્રક મેળવવા અને સુચનાઓ:
અરજી પત્રકને અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નિયત નમૂનાના પત્રક પર ભરવું પડશે. આ પત્રક તમે તમારા જિલ્લાના નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી અથવા આ કચેરીની વેબસાઈટ (http://sje.gujarat.gov.in/dscw) પરથી ડાઉનલોડ કરી મેળવી શકો છો.
અરજી સાથે જોડવાની દસ્તાવેજો:
- અનુસૂચિત જાતિ પ્રમાણપત્રની નકલ
- અરજીનામામાં દર્શાવેલી નકલો
- અરજી પત્રક નીચે આપેલા સરનામે મોકલવું રહેશે:
- નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ,
- બ્લોક નં. ૪/૨, ડૉ. જીવરાજ મહેતા ભવન,
- ગાંધીનગર, ગુજરાત રાજ્ય.
સંપર્ક માહિતી:
ફોન: 079-23251655
અધિકારીઓ: નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
ગુજરાત રાજ્ય, ગાંધીનગર
માહિતી નંબર: 1720/2024-25